Video : સાળંગપુર હનુમાનજીને પતંગનો ભવ્ય શણગાર, દાદાને લાડુ અને ચીકીનો ભોગ ધરાવાયો

| Edited By: | Updated on: Jan 14, 2023 | 9:41 PM

બોટાદમાં સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાને મકરસંક્રાતિના પર્વ નિમિત્તે પતંગનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં હનુમાનજી દાદાના સિંહાસનને રંગબેરંગી અલગ અલગ પ્રકારના પતંગથી દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. રંગબેરંગી પતંગોથી દાદાનું સિંહાસન થયું ઝળહળતું હતું. હનુમાનજી દાદાને ચીક્કી, મમરાના લાડુ, તલના લાડુ સહિત મિસ્ટાનનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.

બોટાદમાં સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાને મકરસંક્રાતિના પર્વ નિમિત્તે પતંગનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં હનુમાનજી દાદાના સિંહાસનને રંગબેરંગી અલગ અલગ પ્રકારના પતંગથી દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. રંગબેરંગી પતંગોથી દાદાનું સિંહાસન થયું ઝળહળતું હતું. હનુમાનજી દાદાને ચીક્કી, મમરાના લાડુ, તલના લાડુ સહિત મિસ્ટાનનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. મકરસંક્રાતિના પાવન પર્વ પર મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શને ઉમટી પડ્યા હતા. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે આવેલ ગૌશાળામાં ગાયોની પૂજા અર્ચના કરવામાં આવી હતી.

આ પૂર્વે પ્રખ્યાત યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મહારાજને પવિત્ર ધનુર્માસ નિમિતે અનોખો શણગાર સજાવવામાં આવ્યો હતો.દાદાને રમકડાંના દિવ્ય શણગારથી સજાવવામાં આવ્યા છે. વહેલી સવારે મંગળા આરતી અને ત્યારબાદ દાદાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. રમકડાંના શણાગારથી હનુમાનજી મહારાજની મૂર્તિ અલૌકિક લાગી રહી હતી.તો ભક્તોએ પણ દાદાના અલૌકિક દર્શનનો લાભ લીધો.તો ધનુર્માસ નિમિત્તે મંદિર પરીસરમાં યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Published on: Jan 14, 2023 09:41 PM