Video: મહેસાણા જિલ્લામાં શિયાળુ પાકનું મબલખ વાવેતર, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 12 હજાર હેક્ટર વાવેતર વધ્યુ

| Edited By: | Updated on: Jan 11, 2023 | 10:44 PM

Mehsana: જિલ્લામાં શિયાળુ પાકનું મબલખ વાવેતર થયુ છે. ચાલુ વર્ષે મહેસાણા જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 12 હજાર હેક્ટર વાવેતર વધ્યુ છે. ગત વર્ષે 1 લાખ 72 હજાર 902 હેક્ટર વાવેતર થયુ હતુ. જ્યારે ચાલુ વર્ષે 1 લાખ 85 હજાર 605 હેક્ટર વાવેતર થયુ છે.

મહેસાણા જીલ્લામાં શિયાળુ પાકનું મબલખ વાવેતર થયું છે. ચાલુ વર્ષે મહેસાણા જીલ્લામાં સરેરાશ શિયાળુ વાવેતર કુલ 1 લાખ 85 હજાર 605 હેક્ટર થયું છે. જ્યારે ગત વર્ષે શિયાળુ વાવેતર કુલ 1 લાખ 72 હજાર 902 હેકટર થયું હતું. એટલે કે ચાલુ વર્ષે શિયાળા પાકનું વાવેતર 12 હજાર હેક્ટર વધારે થયું છે. મહત્વનુ છે કે મહેસાણાને ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર જીલ્લો માનવામાં આવે છે. અહીં ઘઉં, રાઈ, તમાકુ, વરીયાળી, બટાટા, શાકભાજી અને ઘાસચારનું વાવેતર સૌથી વધુ થાય છે. ત્યારે ચાલુ વર્ષે ઘઉંનું વાવેતર 66, 878 હેક્ટર, રાઈડાનું 24 હજાર 386 હેક્ટર, તમાકુનું 15 હજાર 739 હેક્ટર, બટાટાનું 10 હજાર 572 હેક્ટર અને ઘાસચારાનું 47 હજાર 743 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે અને ગત વર્ષ કરતા ચાલુ વર્ષે વધારે વાવેતર થાય તેવી આશા છે.

ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 12 હજાર હેક્ટર વાવેતર વધ્યુ

મહેસાણા જિલ્લાની અંદર ગત વર્ષની સરખામણીએ આ વખતે શિયાળુ પાક, રવિપાકોનું વાવેતર સારા પ્રમાણમાં થયુ છે. મહેસાણા જિલ્લાની અંદર ગત વર્ષની સરખામણીએ આ વખતે શિયાળુ પાક, રવિપાકોનું વાવેતર સારા પ્રમાણમાં થયુ છે.જો કે ભેજવાળા વાતાવરણને કારણે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આજે કિસાન મોરચાની બેઠક મળી હતી.

જેમાં ખેડૂતોને લગતા ટ્રેક્ટર, મીની ટ્રેકટર, રોટાવેટર વગેરેના બજેટમાં વધારો, ટ્રેક્ટર સાથે વપરાતી ટ્રોલીમાં સહાય, પાક સંગ્રહ સ્ટ્રક્ચરની યોજનામાં સહાય ધોરણમાં વધારો, તાડની વાડના કલસ્ટરનો વિસ્તાર ઘટાડી એક હેકટર કરવો, આઇ-ખેડૂત પોર્ટલમાં અરજીઓની ડ્રોની પ્રથા બંધ કરી વહેલા તે પહેલાના ધોરણે મંજૂરી આપવી, ખેડૂત અકસ્માત વીમા યોજનામાં વીમા રક્ષણ વધારવુ, સર્ટીફાઇડ બીજ ઉત્પાદન કાર્યક્રમનો વિસ્તાર વધારવો, બાગાયતી ખેતી માટે માલ રાખવા પેક હાઉસ યોજનાનો વ્યાપ વધારવો, ફળ શાકભાજી, ખેતીના ધરૂ ઉછેર માટે નર્સરીનો વ્યાપ વધારવો, લીલા પડવાશ માટે શણ-ઇક્ક્ડનું બિયારણ રાહત દરે આપવુ જેવા રાજ્યના ખેડૂત સમુદાયના વિવિધ પ્રશ્નો બાબતે કિસાન મોરચાના આગેવાનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી.