Video : સુરેન્દ્રનગરના લીંબડીમાં થયેલી 1 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો, મધ્યપ્રદેશથી 6 આરોપીની ધરપકડ

|

Jan 22, 2023 | 10:28 PM

સુરેન્દ્રનગરના લીંબડી હાઇવે પર એક કરોડની ચોરી કરનાર કંજર ગેંગ આવી ગઇ છે. LCBએ મધ્યપ્રદેશની કંજર ગેંગના મુખ્ય આરોપી સહિત છ લોકોને ધરપકડ કરી છે. સાથે જ પોલીસે 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે..પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે કંજર ગેંગ જે ટ્રકમાં કિંમતી સામાનની હેરફેર થતી હોઇ તેની રેકી કરતા અને ત્યારબાદ ટ્રકનો પીછો કરી ચોરીને અંજામ આપતા હતા

સુરેન્દ્રનગરના લીંબડી હાઇવે પર એક કરોડની ચોરી કરનાર કંજર ગેંગ આવી ગઇ છે. LCBએ મધ્યપ્રદેશની કંજર ગેંગના મુખ્ય આરોપી સહિત છ લોકોને ધરપકડ કરી છે. સાથે જ પોલીસે 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે..પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે કંજર ગેંગ જે ટ્રકમાં કિંમતી સામાનની હેરફેર થતી હોઇ તેની રેકી કરતા અને ત્યારબાદ ટ્રકનો પીછો કરી ચોરીને અંજામ આપતા હતા. આ બનાવની વાત કરીએ તો લીંબડી નજીક ચાલુ ટ્રકનો પાછળનો દરવાજો તોડી 1.7 કરોડના સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

સુરેન્દ્રનગર LCB,SOG અને લીંબડી પોલીસે મધ્યપ્રદેશમાં ધામા નાખ્યા હતા

જેમાં ફરિયાદને આધારે પોલીસે CCTV ચેક કરતા આરોપી ટ્રકમાંથી માલસામાન ઉતારતા દેખાયા હતા. જેથી સુરેન્દ્રનગર LCB,SOG અને લીંબડી પોલીસે મધ્યપ્રદેશમાં ધામા નાખ્યા હતા અને આરોપીને દબોચી લીધા હતા.હાલ પોલીસે ફરાર કંજર ગેંગના આરોપી મનીષ ઉર્ફે કાલુ, સંજુ ઉર્ફે સંજય, બંટી ઉર્ફે અરવિંદ, સંદીપ ઝાઝા, ઓમ પ્રકાશ કાલુરામને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાનો એક કેસ નોંધાયો, એક્ટિવ કેસની સંખ્યા 26એ પહોંચી

Published On - 10:22 pm, Sun, 22 January 23

Next Video