Video: વ્યાજખોરી ડામવા Ahmedabad પોલીસનો નવતર પ્રયોગ, પોલીસ સ્ટેશન બહાર ફરિયાદ પેટી મુકાઇ

|

Jan 21, 2023 | 6:28 PM

અમદાવાદ શહેરમાં વ્યાજખોરોથી પીડાતા લોકોને મુક્તિ અપાવવા માટે પોલીસ તંત્રએ નવતર પ્રોજેક્ટ શરૂ કર્યો છે. દરેક પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરોથી પીડિત લોકો ફરિયાદ આપી શકે તે માટે ફરિયાદ પેટીનો પાઇલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. શહેરના પ્રત્યેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પેટી મૂકવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં વ્યાજખોરોથી પીડાતા લોકોને મુક્તિ અપાવવા માટે પોલીસ તંત્રએ નવતર પ્રોજેક્ટ શરૂ કર્યો છે. દરેક પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરોથી પીડિત લોકો ફરિયાદ આપી શકે તે માટે ફરિયાદ પેટીનો પાઇલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. શહેરના પ્રત્યેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પેટી મૂકવામાં આવી છે. ઘણા લોકો વ્યાજખોરોના ડરે પોલીસને ફરિયાદ કરવા જતા નથી. તેમના માટે આ સુવિધા કરાઈ છે.

પોલીસ કમિશનરની સીધી નજર હેઠળ પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત

અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સીધી નજર હેઠળ પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કરાઈ છે. વ્યાજખોરોથી ત્રસ્ત પીડિતો નામ વગર પણ ફરિયાદ પેટીમાં ફરિયાદ નાખી શકશે. એસીપી કક્ષાના અધિકારી આ ફરિયાદ પેટી ખોલીને તેમાં મૂકેલી ફરિયાદોનું નિરાકરણ લાવશે. પોલીસ સામે પણ કોઈ ફરિયાદ હશે તો તે બાબતને લઈને પણ ફરિયાદ કરી શકાશે.. પોલીસ અને જનતા વચ્ચેનું અંતર ઘટે તે માટે આ પ્રયાસ હાથ ધરાયો છે.

લોક દરબારને મળેલી સફળતા બાદ હવે પોલીસે ફરિયાદ પેટીનો નવો અભિગમ

પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ મોરચો માંડ્યો છે. ત્યારે પોલીસ તરફથી યોજાયેલા લોક દરબારને મળેલી સફળતા બાદ હવે પોલીસે ફરિયાદ પેટીનો નવો અભિગમ શરૂ કર્યો છે. પોલીસ વિભાગ તરફથી શરૂ કરવામાં આવેલા નવતર અભિગમને લોકો પણ વધાવી રહ્યા છે. તેમજ આ અભિગમના પગલે હજુ વધુ ફરિયાદો સામે આવે તેવી પોલીસને આશા છે જેના આધારે વ્યાજ ખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી શકાશે.

આ પણ વાંચો :  Video : 26મી જાન્યુઆરીને લઈને પોલીસ તંત્ર એલર્ટ મોડ પર, પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થા અંગે કરી બેઠક

Next Video