Video : વડોદરા રેલવે સ્ટેશન પરથી મુંબઇ પોલીસને ચકમો આપી છેતરપિંડીનો આરોપી ફરાર

Video : વડોદરા રેલવે સ્ટેશન પરથી મુંબઇ પોલીસને ચકમો આપી છેતરપિંડીનો આરોપી ફરાર

| Edited By: | Updated on: Jan 24, 2023 | 9:35 PM

વડોદરા રેલવે સ્ટેશન પરથી છેતરપિંડીનો આરોપી ફરાર થતાં પોલીસ દોડતી થઇ છે.મુંબઇ પોલીસને ચકમો આપી છેતરપિંડીનો આરોપ ફરાર થયો છે.હાલ પોલીસે ફરાર આરોપીની નાકાબંધી કરી શોધખોળ શરૂ કરી છે. આ બનાવની વાત કરીએ તો છેતરપિંડીના ગુનામાં મુંબઇ પોલીસ નીશેક કુમાર નામના આરોપીની દિલ્લીથી ધરપકડ કરી હતી અને આરોપીને વાયા ટ્રેન મારફતે મુંબઇ લઇને જઇ રહી હતી

વડોદરા રેલવે સ્ટેશન પરથી છેતરપિંડીનો આરોપી ફરાર થતાં પોલીસ દોડતી થઇ છે.મુંબઇ પોલીસને ચકમો આપી છેતરપિંડીનો આરોપ ફરાર થયો છે.હાલ પોલીસે ફરાર આરોપીની નાકાબંધી કરી શોધખોળ શરૂ કરી છે. આ બનાવની વાત કરીએ તો છેતરપિંડીના ગુનામાં મુંબઇ પોલીસ નીશેક કુમાર નામના આરોપીની દિલ્લીથી ધરપકડ કરી હતી અને આરોપીને વાયા ટ્રેન મારફતે મુંબઇ લઇને જઇ રહી હતી.

ત્યારે આરોપી નીશેક કુમાર વડોદરા રેલવે સ્ટેશન પરથી પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. વડોદરા રેલવે સ્ટેશન પરથી આરોપી ભાગતો હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યાં છે..જેમાં આપ જોઇ શકો છો કે આરોપી પોલીસને ચકમો આપી કેવી રીતે ફરાર થઇ રહ્યો છે.હાલ મુંબઇ અને રેલવે પોલીસે ફરાર આરોપી સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો : Amul ના ચેરમેનપદે શામળ પટેલ અને વાઇસ ચેરમેનપદે વલમજી હુંબલ સર્વાનુમતે ચૂંટાયા