Video : ગૃહ રાજય પ્રધાને પોલીસ વિભાગમાં બોલાવી તવાઇ, ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા

|

Jan 19, 2023 | 7:14 PM

ગુજરાત પોલીસમાં હવે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીની ખેર નથી.. ગૃહ રાજયપ્રધાને ગુજરાતના પોલીસ બેડામાં જ સફાઇ અભિયાન શરૂ કરી દીધું છે. એક જ દિવસમાં ત્રણ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. PI જી.એચ. દહિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસમાં હવે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીની ખેર નથી.. ગૃહ રાજયપ્રધાને ગુજરાતના પોલીસ બેડામાં જ સફાઇ અભિયાન શરૂ કરી દીધું છે. એક જ દિવસમાં ત્રણ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. PI જી.એચ. દહિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓ સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા હતા. તેમની સામે કબૂતરબાજ ભરત પટેલ ઉર્ફે બોબી પાસેથી  રૂપિયા 30 કરોડ લીધા હોવાની ફરિયાદ થઇ હતી.

ભરૂચના બે પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ થયા

આ  ફરિયાદના આધારે તેમની સામે તપાસ કરવામાં આવી હતી.એટલું જ નહિં આ ઉપરાંત વિભાગ પાસેથી પોલીસ અધિકારીઓના ટ્રેક રેકોર્ડ પણ મગાવવામાં આવ્યા હતા. જે પછી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હજુ પણ 10થી 12 ઉચ્ચ પોલીસ અધિકારીઓ રડારમાં હોવાની માહિતી સામે આવી છે. આ સિવાય ભરૂચના બે પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ થયા છે.

આ પણ વાંચો : એશિયાટીક સિંહોએ બરડા વન્યજીવ અભયારણ્યમાં પોતાનું નવું અને બીજું ઘર શોધી લીધું :પરિમલ નથવાણી

Next Video