Video: મહેસાણામાં માવઠાથી થયેલા પાક નુકસાનીનો સર્વે કરવા ખેતીવાડી અધિકારીનો આદેશ

|

Jan 31, 2023 | 11:22 PM

Mehsana: મહેસાણા જિલ્લા ખેતીવાડી અધિકારીએ માવઠાથી થયેલા પાક નુકસાનીનો સર્વે કરવા વિસ્તરણ અધિકારીને સૂચના આપી છે. આ સર્વે બાદ ખેતીના પાકને થયેલા નુકસાનીના ચોક્કસ આંકડા સામે આવશે.

ઉત્તર ગુજરાતમાં બે દિવસમાં માવઠાથી વિવિધ પાકને થયેલી નુકસાનીનો સરવે શરૂ કરાયો છે. મહેસાણા જિલ્લા ખેતીવાડી અધિકારીએ ક્યાંય ખેતરમાં પાણી ભરાયા હોય કે પાક નુકસાન થયું હોય તેની રૂબરૂ તપાસ કરવા વિસ્તરણ અધિકારીઓને સૂચના આપી છે. આ સર્વે બાદ મહેસાણા જિલ્લામાં ખેતીપાકને થયેલ નુકસાનીની ચોક્કસ આંકડા સામે આવશે. તો ખેડૂતોને પણ પોતાના ખેતરોમાં થયેલા નુકસાનીની વિગતોની જાણ કરવા જણાવાયું છે.

મહેસાણા જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના પગલે ખેતરોમાં ઊભા પાકને નુકશાન થયું છે. જેના પગલે ખેડૂતોમાં ચિંતા ઉભી થઇ છે. કમોસમી વરસાદના પગલે ઘઉં, રાયડો, એરંડા, વરિયાળી, જીરું, ઇસબગૂલ અને ઘાસચારાને નુકસાન થયું છે. ખેડૂતોને નુકસાનીનું વળતર મળે એવી  સરકાર પાસે આશા લગાવીને બેઠા છે.

આ ઉપરાંત બનાસકાંઠામાં છેલ્લા કેટલાય દિવસોથી વાદળછાયુ વાતાવરણ કમોસમી વરસાદને પગલે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. ખેડૂતોએ રાયડા,વરીયાળી, બટાટા જેવા પાકોની કાપણી કરી હતી અને તે ખુલ્લામાં ખેતરમાં પડ્યા હતા તેવા પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

આ પણ વાંચો: Unseasonal rain : ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન, બનાસકાંઠામાં વીજળી પડતા 21 પશુના થયા મોત

આ તરફ સાબરકાંઠા જિલ્લાના બે દિવસ સુધી પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.  પૂર્વ વિસ્તારમાં કરા સાથે વરસાદ પડતા જગતનો તાત ફરી ચિંતામાં આવી ગયો છે. થેરાસણા, વડગામડા, થુરાવાસ, કેશરગંજ અને મેધમાં વરસાદી માહોલ છવાયો હતો. છેલ્લા 24 કલાકમાં ઇડર, વડાલી, ખેડબ્રહ્મા અને વિજયનગરમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. માવઠાના પગલે ખેડૂતોના શિયાળુ પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે.

આ પણ વાંચો :  Gujarati Video : અમદાવાદ એરપોર્ટ પર બૉમ્બ મળી આવવાનો ફેક કૉલ, તંત્ર દોડતું થયું

 

 

Next Video