Video : અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પરથી MD ડ્રગ્સ ઝડપાયું, એક યુવતી સહિત બે આરોપીની ધરપકડ

|

Jan 26, 2023 | 4:25 PM

અમદાવાદ શહેરમાં ફરી એક વખત નશાના કારોબારનો પર્દાફાશ થયો છે.બરોડા એક્સપ્રેસ નજીક કારમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. યુવતી સહિત વડોદરાના બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. તેમની પાસેથી 16.120 ગ્રામ MD ડ્રગ્સ સાથે 11.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં આરોપી ફિરદોશ મન્સૂરી અને આશિષ પરમારની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

અમદાવાદ શહેરમાં ફરી એક વખત નશાના કારોબારનો પર્દાફાશ થયો છે.બરોડા એક્સપ્રેસ નજીક કારમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. યુવતી સહિત વડોદરાના બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. તેમની પાસેથી 16.120 ગ્રામ MD ડ્રગ્સ સાથે 11.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં આરોપી ફિરદોશ મન્સૂરી અને આશિષ પરમારની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ડ્રગ્સ ડિલિવરી આપવા આરોપી આવતા હતા.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે અમદાવાદમાં  24  જાન્યુઆરીના રોજ MD ડ્રગ્સ સાથે પેડલરની  ધરપકડ કરવામાં આવી હતી .  SOG ક્રાઇમે સારંગપુર વિસ્તારમાંથી MD ડ્રગ્સ વેચનાર પેડલરની ડ્રગ્સ સાથે ઝડપી લીધો. પિતાના ડ્રગ્સના ધધો સાચવતો કોણ છે આ નશાનો વેપારી. SOGએ આ કેસમાં આરોપી અબ્દુલ વાઝીદ શેખની ધરપકડ કરી છે.જે નશાનો વેપાર કરતા ઝડપાઇ ગયો.SOG ક્રાઈમને બાતમી મળી હતી કે સારંગપુર પાણીની ટાંકી પાસે આરોપી અબ્દુલ વાઝીદ એમડી ડ્રગ્સ વેચવા માટે આવી રહ્યો છે.

જે બાતમીના આધારે SOG ક્રાઈમે વોચ ગોઠવી ને આરોપીને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો.તેની પાસેથી 32 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું. આ ડ્રગ્સ સારંગપુરમાં વેચવા નીકળ્યો હતો અને SOGએ તેની ધરપકડ કરી હતી.

પિતાના ડ્રગ્સના ધંધા ના કારણે આરોપી વાઝીદ પણ ડ્રગ્સનો વ્યસની બની ગયો

જેમાં આરોપીના ગુનાહિત ઇતિહાસની જો વાત કરીએ તો આરોપી અબ્દુલ વાઝીદ બાળપણથી જ ડ્રગ્સ સાથે જોડાયેલો છે.કારણ કે આરોપી ના પિતા અબ્દુલ વાહિદ મોટો ડ્રગ્સ પેડલર હતો.પિતાના ડ્રગ્સના ધંધા ના કારણે આરોપી વાઝીદ પણ ડ્રગ્સનો વ્યસની બની ગયો હતો અને તેના પિતાની સાથે ડ્રગ્સ નો ધંધો શરૂ કર્યો. આ આરોપી અગાઉ વાહન ચોરી ના ગુનામાં પકડાયેલો છે અને છેલ્લા ઘણા વર્ષો થી ડ્રગ્સ ના વ્યસન ની સાથે સાથે ડ્રગ્સ પેડલર તરીકે નું કામ કરતો હતો.

આ પણ વાંચો : ગણતંત્ર દિવસ પર પવિત્ર ચારીએ છેડ્યા વંદેમાતરમ્ ના અદ્ભૂત સૂર… અમેરિકન કલાકારોએ આપ્યો સાથ, જુઓ VIDEO

Published On - 4:18 pm, Thu, 26 January 23

Next Video