Video: મહેસાણાના કડીના કાસ્વા ગામે ઉત્તરાયણ પર્વે પરંપરા મુજબ પાંજરાપોળમાં 20 ટ્રેક્ટર ઘાસના પૂળાનું દાન કરાયું

| Edited By: | Updated on: Jan 14, 2023 | 10:37 PM

Mehsana: મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં દર વર્ષે ઉત્તરાયણ પર્વે ઘાસના પૂળાનું દાન કરવાનો મહિમા છે. આ વર્ષે પણ પરંપરા મુજબ પાંજરાપોળમાં 20 ટ્રેક્ટર ઘાસના પૂળાનું દાન કરવામાં આવ્યું.

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા કાસ્વા ગામના લોકો દર વર્ષે ઉત્તરાયણ પર્વની અનોખી રીતે ઉજવણી કરે છે. ત્યારે આ વર્ષે પણ પરંપરા મુજબ પાંજરાપોળમાં 20 ટ્રેક્ટર પૂળાનું દાન કરવામાં આવ્યું. કાસ્વા ગામમાંથી 20 ટ્રેકટર પૂળા કડી પાંજરાપોળમાં મોકલવામાં આવ્યાં હતા અને પશુઓને ઘાસચારો ખવડાવ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 25 વર્ષથી ગામના દરેક જ્ઞાતિના લોકો યથાશક્તિ દાન કરે છે અને પશુઓને ખવડાવે છે. ઉત્તરાયણના દિવસે પશુઓને ઘાસચારો ખવડાવી પુણ્ય કમાવવાની માન્યતા પણ છે.

કડીના કાસ્વા ગામના સરપંચ બાબુ પટેલે જણાવ્યું કે, અમારા ગામમાં છેલ્લા 25 વર્ષથી અબોલા પશુઓ માટે ઘાસચારો એકત્રિત કરીને કડી પાંજરાપોળ ખાતે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે મોકલાવીએ છીએ. આગામી સમયમાં પણ આ પ્રણાલી ચાલુ રહેશે તેવું જણાવ્યું હતું.

કડી તાલુકાના કાસ્વા ગામના પૂર્વ સરપંચ રતિ પટેલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમે 24-25 વર્ષથી આ સેવાકીય કામગીરી કરતા આવી રહ્યાં છીએ. ઉત્તરાયણના દિવસે ગામની અંદર દરેક જ્ઞાતિના લોકો ફાળો આપે છે. ઘાસચારો અમે કડીની પાંજરાપોળ ખાતે મોકલાવીએ છીએ.

આ પણ વાંચો:  Video: નડિયાદમાં NRI પરિવારે અનોખી થીમ ‘ફોન ફ્રી ઝોન ટેરેસ’ જાહેર કરી ઉતરાયણ પર્વની કરી ઉજવણી

કાસ્વા ગામના લોકોએ મકર સંક્રાંતિએ પાંજરાપોળમાં ખાતે 20 ટ્રેક્ટર ભરીને પશુઓ માટે પુળાનું દાન કર્યું હતું. મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે ગામની અંદર છેલ્લા 25 વર્ષથી પ્રણાલી ચાલી રહી છે અને ઉત્તરાયણ તહેવાર અને થોડાક દિવસો બાકી હોય જે દરમિયાન ગ્રામજનો દ્વારા અલગ અલગ દરેક જ્ઞાતિના લોકો પુળા એકત્ર કરે છે. ઉત્તરાયણના દિવસે પશુઓને ઘાસચારો ખવડાવી પુણ્ય કમાય છે.