Video : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જી-20ની થીમ પર આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન

| Edited By: | Updated on: Jan 10, 2023 | 8:40 PM

ગુજરાત પ્રવાસન નિગમ  દ્વારા જી-20 ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે દેશ-વિદેશના અનેક પતંગબાજો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હિસ્સો લેવા માટે આવ્યા છે , જેની શરૂઆત સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડો.દર્શના  દેશમુખ   દ્વારા કરવામાં આવી,જેમાં જી-20 દેશોના પતંગબાજો પણ સામેલ થયા છે

ગુજરાતના પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જી-20ની થીમ પર આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરાયું છે.દેશ-વિદેશના અનેક પતંગબાજો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા પહોંચ્યા છે.16 થી વધુ દેશો માંથી આવેલા પતંગબાજો તેમજ દેશ અને રાજ્યના મળી કુલ-86 કરતા પણ વધુ પતંગબાજો આ ઉત્સવના માધ્યમથી પોતાના દેશ અને પ્રાંતની પ્રચલિત પતંગ સંસ્કૃતિની ઝાંખીના દર્શન કરાવી રહ્યા છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓથી ધમધમતુ શહેર છે ત્યારે પ્રવાસીઓમાં પણ પતંગ મહોત્સવ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદાના આકાશમાં જી-20નો લોગો છાપેલી પતંગો આકાશમાં ઉડતી જોવા મળી

ગુજરાત પ્રવાસન નિગમ  દ્વારા જી-20 ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે દેશ-વિદેશના અનેક પતંગબાજો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હિસ્સો લેવા માટે આવ્યા છે , જેની શરૂઆત સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડો.દર્શના  દેશમુખ   દ્વારા કરવામાં આવી,જેમાં જી-20 દેશોના પતંગબાજો પણ સામેલ થયા છે.આ વર્ષે, સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદાના આકાશમાં જી-20નો લોગો છાપેલી પતંગો આકાશમાં ઉડતી જોવા મળી રહી છે.

દેશ અને પ્રાંતની પ્રચલિત પતંગ સંસ્કૃતિની ઝાંખીના દર્શન

વહિવટીતંત્ર દ્વારા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023ની ઉજવણી વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ગુજરાત પ્રવાસન નિગમ-ગાંધીનગરના સહયોગથી કરમાં આવી છે. આ આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023માં વિવિધ 16થી વધુ દેશોમાંથી આવેલા પતંગબાજો તેમજ દેશ અને રાજ્યના મળી કુલ-86 કરતા પણ વધુ પતંગબાજો આ ઉત્સવના માધ્યમથી પોતાના દેશ અને પ્રાંતની પ્રચલિત પતંગ સંસ્કૃતિની ઝાંખીના દર્શન કરાવી રહ્યા છે.

પતંગ મહોત્સવ નર્મદા જિલ્લા માટે ગૌરવની ક્ષણ સમાન

ભારત દેશ પ્રથમ વાર G-20 ની યજમાની કરી રહ્યું છે, ત્યારે આ મહોત્સવ થકી વિશ્વને એકતાનો સંદેશો પાઠવવા સક્ષમ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગરના વ્યુ પોઇન્ટ-1 ખાતે યોજાયેલ વિશ્વકક્ષાનો આ પતંગ મહોત્સવ નર્મદા જિલ્લા માટે ગૌરવની ક્ષણ સમાન છે.આ પતંગોત્સવ માં સહકારી અગ્રણી ઘનશ્યામભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુશા બેન વસાવા સહિત મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.પ્રવાસીઓ એ જણાવ્યું હતું કે એક અદભૂત અનુભવ હતો જ્યારે પતંગબાજો એ એક ઐતિહાસિક સ્થળ માં પતંગ મહોત્સવ ના આ લાભ ને બિરદાવ્યો હતો