Video: સુરતના આ શિવ મંદિરમાં જીવતા કરચલા ચડાવવાની છે અનોખી પરંપરા, ભાવિકો ઉતારે છે માનતા

|

Jan 19, 2023 | 12:03 AM

Surat: અહીં એક એવુ શિવ મંદિર આવેલુ છે જ્યાં શિવલિંગ પર જીવતા કરચલા ચડાવવાની પરંપરા છે. પોષ મહિનાની એકાદશીએ અહીં મોટી સંખ્યામાં ભક્તો આવે છે. કાનની તકલિફ ધરાવતા લોકો શિવલિંગ પર કરચલા ચડાવી પોતાની બાધા પૂર્ણ કરે છએ અને તેમની પીડા પણ દૂર થાય તેવી માન્યતા છે.

ગુજરાતમાં એવા ઘણા મંદિર છે. જ્યાં અનોખી અને અચરજ થાય તેવી પરંપરા હોય છે. આવી જ અનોખી પરંપરાનું સાક્ષી બન્યુ છે સુરતનું મંદિર. સુરતના એક શિવ મંદિરમાં દૂધ, પાણી, બિલિ, ફળ અને ફૂલ સાથે ચઢાવાય છે જીવતા કરચલા. તાપી નદી કિનારે આવેલા રામનાથ ઘેલાનાથ મંદીરમાં જીવતા કરચલા ચડાવવાની અનોખી પરંપરા છે. ઉમર ગામના મહાદેવ મંદિરમાં પોષ માસની એકાદશીએ હજારો ભક્તો દૂર દૂરથી અહીં આવે છે અને કાનમાંથી રસી નીકળતા હોઇ  અથવા સાંભળી ન શકતા હોય તેવા ભક્તો શિવલિંગ પર કરચલા ચઢાવી બાધા પૂર્ણ કરે છે.

 

આ પણ વાંચો: Video : સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, વિધાર્થીઓને ઝડપી લોન આપવા રજુઆત

દૂર દૂરથી આવતા ભાવિકો ભગવાન શિવને ચડાવે છે જીવતા કરચલા

200 વર્ષ જૂના મંદિરમાં ભગવાન રામના બાણથી અહીંયા શિવલિંગ પ્રગટ થયું હતું. કહેવાય છે અહીં ભગવાન રામ વનવાસ દરમિયાન રોકાયા હતા. એ બાદ તેમણે પોતાના તીર મારીને શિવલિંગ ઉત્પન્ન કરી પૂજા-અર્ચના શરૂ કરી હતી. બાદમાં ભગવાન રામને પોતાના પિતાના અવસાનના સમાચાર મળ્યા હતા. જેથી ભગવાન રામે અહીં પિતૃ તર્પણવિધિ કરવાનો નિર્ણય કર્યો હતો.

Published On - 12:01 am, Thu, 19 January 23

Next Video