રાજકોટ : કાલાવડ રોડ પર જોખમી સ્ટંટનો વીડિયો થયો વાયરલ, એક જ બાઈક પર સવાર હતા 5થી વધારે લોકો

રાજકોટ : કાલાવડ રોડ પર જોખમી સ્ટંટનો વીડિયો થયો વાયરલ, એક જ બાઈક પર સવાર હતા 5થી વધારે લોકો

| Edited By: | Updated on: Jan 31, 2024 | 1:06 PM

રાજકોટમાં ફરી એક વાર જોખમી સ્ટંટ કરતા યુવકનો વીડિયો વાયરલ થયો છે. રાજકોટના કાલાવડ રોડ પર એક બાઈક પર 6 લોકોએ સવારી કરી જોખમી સ્ટંટ કર્યો હતો. રસ્તા પર ભારે વાહનોની અવરજવરના છતા આ પ્રકારની સ્ટંટ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે.

રાજ્યમાં અવારનવાર જોખમી સ્ટંટના વીડિયો વાયરલ થાય છે.ત્યારે રાજકોટમાં ફરી એક વાર જોખમી સ્ટંટ કરતા યુવકનો વીડિયો વાયરલ થયો છે. રાજકોટના કાલાવડ રોડ પર એક બાઈક પર 6 લોકોએ સવારી કરી જોખમી સ્ટંટ કર્યો હતો. રસ્તા પર ભારે વાહનોની અવરજવરના રસ્તા ઉપર આ પ્રકારની સ્ટંટ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે વાહન ચાલકોની બેદરકારી અંગે પણ ઘણા સવાલો ઉભા થાય છે.

બીજી તરફ આ અગાઉ ગોધરાના લીલેશરા પાસે લગ્નની જોખમી જાનના દ્રશ્યો સામે આવ્યા હતા.જેમાં લોકોએ પોતાનો અને રાહદારીઓનો જીવ જોખમમાં મુક્યો હતો. મોરબીમાં પણ આ પ્રકારની જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો હતો.મોરબીમાં હથિયારો સાથે રોફ જમાવતા લુખ્ખા તત્વોનો વીડિયો વાયરલ થયો હતો. ભરૂચમાં રિલ્સ બનાવી ફેમસ થવાના ચક્કરમાં યુવક ભાન ભૂલ્યા હતા અને નર્મદા નદી પરના બ્રિજ પર જીવના જોખમે રિલ્સ બનાવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો