મોરબીમાં સોમવારે નગરપાલિકામાં સામાન્ય સભા યોજાશે. હાઈકોર્ટની નોટીસને લઈને સમાન્ય સભાની બેઠક બોલાવાઈ છે. હાઈકોર્ટે પાલિકાને શા માટે સુપરસિડ ન કરવી તે અંગે કારણદર્શક નોટીસ ફટકારી છે. તેમજ આગામી 25 તારીખ સુધીમાં નોટીસનો જવાબ રજૂ કરવાનો છે. તેમજ આ અગાઉ 49 જેટલા કાઉન્સિલરો દ્વારા સરકારમાં પાલિકાને સુપરસિડ નહીં કરવા રજુઆત કરાઈ હતી. જ્યારે આવતીકાલે બપોરે 3 વાગ્યે પાલિકાની સામાન્ય સભા યોજાશે.
આ પૂર્વે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના બાદ નગરપાલિકા સુપરસીડ ન કરવાની માગ ઉઠી છે . 45 સભ્યોએ નગરપાલિકા સુપરસીડ ના થાય તે માટે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે.પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે નગરપાલિકા અને ઓરેવા ગ્રુપ સાથે ઝુલતા પુલ બાબતે થયેલા એગ્રીમેન્ટમાં એકપણ સભ્યએ સહી કરી નથી.
એગ્રીમેન્ટ સામાન્ય સભામાં રજુ કરવામાં આવી નથી. જેથી સહી કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. સાથે જ સભ્યોએ રજૂઆત કરી છે કે સરકારની એગ્રીમેન્ટની સમગ્ર પ્રક્રિયામાં 49 સભ્યો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ક્યાય સામેલ નથી અને કોઈની સહી નથી જેથી સભ્યોને ન્યાય મળે તેમજ નિયત સમયકાળ સુધી યથાવત રહે તે મુજબ જરૂરી નિર્ણય કરવામાં આવે.
મોરબીનો ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના મુદ્દે નગરપાલિકાના સભ્યોએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. નગરપાલિકાને સુપરસીડ ન કરવાની નગરસભ્યોએ અપીલ કરી હતી.કોર્ટના હુકમ પહેલા સુનાવણીની તક આપે તેવી સભ્યોની રજૂઆત છે. આ દુર્ઘટનામાં નગરસેવકોનો કોઈ જ વાંક ન હોવાનો પણ દાવો કર્યો હતો. નગરપાલિકાને સુપરસીડ કરી અને સભ્યોને દંડવા ન જોઈએ તેવી રજૂઆત કરી હતી.
આ પણ વાંચો : ગાંધીનગર 22 થી 24 જાન્યુઆરી દરમિયાન G-20 બેઠકો માટે સજ્જ, દેશ વિદેશમાંથી મહાનુભાવો રહેશે હાજર
Published On - 5:07 pm, Sun, 22 January 23