Video : પ્રદેશ કારોબારી પહેલા ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે યોજી બેઠક, ઓછી લીડથી જીતેલા 55 ધારાસભ્યો સાથે અલગથી બેઠક કરી

Surendranagar News : એવુ માનવામાં આવી રહ્યુ છે કે કેટલીક જગ્યા પર જીત થઇ હતી તેને લઇને અને કેટલીક જગ્યા પર ફરિયાદો આવી હતી તેને લઇને આ તમામના કોમ્બીનેશનને લઇને પણ આ 55 ધારાસભ્યો સાથે બેઠક કરવામાં આવી છે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Jan 23, 2023 | 3:48 PM

સુરેન્દ્રનગરમાં ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં કારોબારી બેઠક મળવાની છે. જે પહેલા ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે ગુજરાત વિધાનસભા 2023ની ચૂંટણીમાં ઓછી લીડથી જીતેલા 55 ધારાસભ્યો સાથે અલગથી બેઠક કરી છે. લોકસભા ચૂંટણી માટે એકતરફ કેન્દ્રીય મંત્રીઓને અલગ અલગ જવાબદારીઓ સોંપાઇ ચુકી છે. ત્યાં બીજી તરફ ગુજરાતમાં પ્રદેશ કારોબારી યોજાઇ રહી છે.

જો કે કારોબારીની બેઠકમાં કેટલાક ધારાસભ્યો અપેક્ષિત નથી. તેમની સાથેની અલગ બેઠક ભાજપ અધ્યક્ષ દ્વારા કરવામાં આવી છે. આ બેઠકને ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે કેટલીક જગ્યા પર જીત થઇ હતી તેને લઇને અને કેટલીક જગ્યા પર ફરિયાદો આવી હતી તેને લઇને આ તમામના કોમ્બીનેશનને લઇને પણ આ 55 ધારાસભ્યો સાથે બેઠક કરવામાં આવી છે.

તેની સાથે જ 2024ના રોડ મેપને લઇને પણ આ ધારાસભ્યો સાથે અલગથી બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે. સાંજે પાંચ વાગ્યે કારોબારીની બેઠક મળવાની છે. જેમાં CM ભુપેન્દ્ર પટેલ સહિત 500 જેટલા પદાધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે. રાષ્ટ્રીય કારોબારીમાં જે પણ એજન્ડા નક્કી કરવામાં આવ્યા હતા, આ એજન્ડામાં રાજકીય પ્રસ્તાવ, જે અભિનંદન પ્રસ્તાવ હતા તેના પર ચર્ચા કરવામાં આવશે.

તેની સાથે વિધાનસભામાં 156 બેઠક પર ભાજપની જીત થઇ છે પણ બાકીની બેઠક કેમ નથી મળી તેના પર ચર્ચા થશે, તો સાથે જ ગુજરાતની 26 લોકસભા બેઠક પર જીત માટે પણ તૈયારીઓ શરુ કરી દેવામાં આવશે. 26માંથી 26 બેઠક મળે તે માટે રણનીતિ ઘડવામાં આવશે. પેજ પ્રમુખની વાત હોય, પેજ કમિટીની વાત હોય, વન ડે વન ડીસ્ટ્રીક્ટની વાત હોય તેના પર રણનીતિ ઘડવામાં આવશે.

મહત્વનું છે કે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પણ 2024માં યોજાનારી લોકસભા અને આ વર્ષે યોજાનારી 9 રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઇને ચર્ચા કરી હતી. આ બેઠકમાં ગુજરાતમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીત અંગે ચર્ચા થઇ. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ગુજરાતમાં ભાજપે કઇ રણનીતિ પર કામ કર્યું હતું તે અંગે માહિતી આપવામાં આવી હતી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">