Video : અમદાવાદ શહેરને આજે મળશે નવા મહિલા મેયર, 1950થી અત્યાર સુધીમાં શહેરને 5 મહિલા મેયર મળ્યા

|

Sep 11, 2023 | 9:14 AM

મેયર સહિતના વિવિધ હોદ્દેદારોની પસંદગી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ત્યારે અમદાવાદના મેયર પદની રેસમાં શાહીબાગ વોર્ડના પ્રતિભા જૈન અને અસારવા વોર્ડના અનુ પટેલ નામ છે. તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જતીન પટેલ અને દેવાંગ દાણીના નામની ચર્ચા ચાલી રહી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અરવિંદ પરમાર અને ચંદ્રકાંત ચૌહાણનું નામ રેસમાં છે. 

Ahmedabad : મેટ્રો સિટી અમદાવાદને આજે નવા મેયર મળશે. 9 સપ્ટેમ્બરે અમદાવાદના મેયર (Mayor) કિરીટ પરમારની ટર્મ પૂરી થઈ છે. જેથી હવે ભાજપ (BJP) દ્વારા  નવા મેયરની વરણી કરવામાં આવશે. અમદાવાદના મેયર કોણ, આ સવાલ રાજકીય મોરચે ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો- Gujarati Video : દ્વારકામાં રખડતા શ્વાનનો આતંક, 10થી વધુ સ્થાનિકો અને યાત્રાળુને શ્વાને બચકા ભર્યા

મેયર સહિતના વિવિધ હોદ્દેદારોની પસંદગી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ત્યારે અમદાવાદના મેયર પદની રેસમાં શાહીબાગ વોર્ડના પ્રતિભા જૈન અને અસારવા વોર્ડના અનુ પટેલ નામ છે. તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જતીન પટેલ અને દેવાંગ દાણીના નામની ચર્ચા ચાલી રહી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અરવિંદ પરમાર અને ચંદ્રકાંત ચૌહાણનું નામ રેસમાં છે.

મહત્વનું છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50 ટકા મહિલા અનામત છે અને હાલના મેયર કિરીટ પરમારની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થઈ રહી છે. જેથી હવે બ્રાહ્મણ, પટેલ અને વણિક મહિલા મેયર મળી શકે છે. મેયર માટે સંગઠનની 18થી વધુ મહિલાઓ પ્રથમ વખત ચૂંટણી લડેલી મહિલાઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. વર્ષ 1950થી અત્યાર સુધીમાં શહેરને પાંચ મહિલા મેયર મળી ચૂક્યા છે. બીજીતરફ હોદ્દેદારોની નિમણૂકમાં પૂર્વ અને પશ્ચિમનું સમીકરણ મહત્વનું છે. પશ્ચિમમાંથી મેયર નક્કી થાય તેવી શક્યતા છે, જ્યારે પૂર્વમાંથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નક્કી થાય તેવી શક્યતા છે. અને ડે.મેયર ઓબીસી સમાજના મળે તેવી શક્યતા છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video