Video: અમદાવાદમાં જૂના વાડજમાં  જિજ્ઞેશ મેવાણીની રજૂઆત બાદ  રામાપીરના ટેકરા વિસ્તારમાં AMCએ ડિમોલિશનની કામગીરી રાખી મોકુફ

Video: અમદાવાદમાં જૂના વાડજમાં  જિજ્ઞેશ મેવાણીની રજૂઆત બાદ  રામાપીરના ટેકરા વિસ્તારમાં AMCએ ડિમોલિશનની કામગીરી રાખી મોકુફ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2023 | 12:02 AM

Ahmedabad: જૂના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા વિસ્તારમાં AMCએ ડિમોલિશનની કામગીરી મોકુફ રાખી છે. આ અંગે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પશ્ચમ ઝોનના ડેપ્યુટી કમિશનર આઈકે પટેલને રજૂઆત કરી હતી. જે બાદ ડિમોલિશન કામગીરી મોકુફ રખાઈ હતી. 

અમદાવાદના જૂના વાડજમાં આવેલા રામાપીરના ટેકરા વિસ્તારમાં AMCએ ડિમોલિશનની કામગીરી મોકૂફ રાખી છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં સ્થાનિક અસરગ્રસ્તોએ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનર આઈકે પટેલને રજૂઆત કરતાં ડિમોલિશનની કામગીરી મોકૂફ રાખવામાં આવી છે. મહત્વનું છે કે જુદા-જુદા 6 બિલ્ડરને કોન્ટ્રાક્ટ આપીને રામાપીર વિસ્તારમાં વિકાસકાર્ય થઈ રહ્યું છે. જેમાં લોકોને બોગસ લાભાર્થી બનાવીને લાભ અપાઈ રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે સ્થાનિક લોકોને ડરાવી, ધમકાવીને મકાન ખાલી કરવા માટેની ધમકી અપાઈ રહી છે. આ અંગે RTI કરીને માહિતી માગવા છતાં AMCનું તંત્ર આપતું નથી. AMC, પોલીસ અને બિલ્ડરો મળીને ખોટા લોકોને લાભ અપાવતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે..લોકોની માગ છે કે સ્થાનિક રહીશો, કોર્પોરેશન અને બિલ્ડર તરફથી પ્રતિનિધિઓની એક કમિટી બનાવવામાં આવે અને યોગ્યતા ધરાવતા લોકોને લાભ મળે. જો ધાકધમકી આપવામાં આવશે તો ચૂપ ન બેસવાની પણ સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે. તો બીજીતરફ તંત્રએ પણ યોગ્ય લાભાર્થીને લાભ આપવાનો જ દાવો કર્યો છે.

સ્થાનિકોનો આરોપ છે કે એક મકાનના 4-4 બોગસ લાભાર્થીઓ ઉભા કર્યા છે. જેના કારણે 50 ટકા તો એમ જ કપાઈ જાય છે. સ્થાનિકોની રજૂઆત છે કે રામાપીરના ટેકરા પરથી ડિમોલિશન થશે ઓછામાં ઓછા 10 હજાર માણસો રઝળી પડશે. તેમનો આક્ષેપ છે કે આમાં કોઈપણ પ્રકારની વિજિલન્સ તપાસ કરવામાં નથી આવતી. પોલીસ સ્ટેશને જઈને રજૂઆત કરે તો પોલીસ દિવાની મેટર હોવાનુ કહી હાથ અધ્ધર કરી દે છે.

 

 

 

 

 

 

Published on: Jan 10, 2023 11:57 PM
g clip-path="url(#clip0_868_265)">