Rajkot : વીરબાઇ મહિલા કોલેજમાં જાતિય સતામણીના કેસમાં પ્રોફેસર દોષિત, સસ્પેન્ડ કરી દેવાયા

Rajkot : વીરબાઇ મહિલા કોલેજમાં જાતિય સતામણીના કેસમાં પ્રોફેસર દોષિત, સસ્પેન્ડ કરી દેવાયા

| Edited By: | Updated on: Dec 29, 2022 | 10:20 AM

આ પહેલા માતૃશ્રી વીરબાઇ મહિલા કોલેજમાં (Veerbai Womens College) જાતીય સતામણીના કેસ મામલે પ્રોફેસર સંજય તેરૈયાને ફરજમુક્ત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીનીઓના આક્ષેપ બાદ તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી.

રાજકોટની માતૃશ્રી વીરબાઇ મહિલા કોલેજમાં જાતિય સતામણીના કેસના મામલામાં તપાસ સમિતિએ પ્રોફેસર સંજય તેરૈયાને દોષિત ઠેરવ્યાં છે. જે પછી સંજય તેરૈયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બે વિદ્યાર્થિનીએ 3 મહિના પહેલા જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ તપાસ સમિતિ દ્વારા તપાસ ચાલી રહી હતી. જે પછી તપાસમાં પ્રોફેસર દોષિત હોવાનું સામે આવ્યુ છે. પ્રોફેસર સામે કાયદાકીય પગલા લેવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પહેલા માતૃશ્રી વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણીના કેસ મામલે પ્રોફેસર સંજય તેરૈયાને ફરજમુક્ત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીનીઓના આક્ષેપ બાદ તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. જેથી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફરજમુક્ત કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે બે વિદ્યાર્થિનીએ ત્રણ મહિના પહેલા જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ તપાસ સમિતિ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ફરિયાદ બાદ તપાસ સમિતિની રચના

રાજકોટ શહેરની માતૃશ્રી વીરબાઈ મહિલા કોલેજમાં ગુરૂ શિષ્યનો સંબંધ લજવાયાનો બનાવ સામે આવ્યો હતો. કોલેજમાં જ અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓએ સાયન્સના પ્રોફેસર સંજય તેરૈયા સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. જો કે આ ઘટના ત્રણ મહિના પહેલાની છે. ત્રણ મહિના પહેલા સંજય તેરૈયાએ અઘટીત માગ કરી હોવાનો ગંભીર આક્ષેપ થયો હતો. ત્રણ મહિના વિતી ગયા છતાં કોઇ કાર્યવાહી થઇ નહતી. કોલેજના આચાર્યએ 45 દિવસ સુધી વિદ્યાર્થિનીઓની અરજી દબાવી રાખી હોવાનો પણ આક્ષેપ થયો હતો. જે પછી હોબાળો મચ્યા બાદ, મોડે મોડે તપાસ કમિટી બનાવવામાં આવી. બીજી તરફ, આ બનાવ સંદર્ભે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો NSUIએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી પણ ઉચ્ચારી હતી.

Published on: Dec 29, 2022 10:19 AM