વાવ પેટાચૂંટણી : અપક્ષ ઉમેદવાર માવજી પટેલને મનાવવા ભાજપના નેતાઓની કવાયત

|

Oct 26, 2024 | 8:06 PM

વાવ પેટાચૂંટણીમાં ભાજપ નેતા માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકારણ ગરમાયું છે. ત્યારે નારાજ માવજી પટેલને મનાવવા ભાજપના નેતાઓએ કવાયત શરૂ કરી છે. ડીસાના ભાજપના MLA પ્રવીણ માળી અને પૂર્વ જિલ્લા મહામંત્રી અમરત દવેએ તેમની સાથે ચર્ચા કરી છે.

બનાસકાંઠાની વાવ બેઠક પર ખરાખરીનો જંગ જામ્યો છે. વાવ બેઠક પર 13 નવેમ્બરના રોજ યોજાનાર પેટાચૂંટણી માટે કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂત મેદાનમાં છે. તો ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર ચૂંટણી જંગમાં છે. ભાજપમાં ઉમેદવાર જાહેર કર્યા બાદ આંતરિક વિખવાદ સામે આવ્યો છે. કારણ કે ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય માવજી પટેલે ભાજપમાંથી ટિકિટ ન મળતાં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

વાવ પેટાચૂંટણીમાં ભાજપ નેતા માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકારણ ગરમાયું છે. ત્યારે નારાજ માવજી પટેલને મનાવવા ભાજપના નેતાઓએ કવાયત શરૂ કરી છે. ડીસાના ભાજપના MLA પ્રવીણ માળી અને પૂર્વ જિલ્લા મહામંત્રી અમરત દવેએ તેમની સાથે ચર્ચા કરી છે.

માવજી પટેલની શેક્ષણિક સંસ્થામાં પ્રવીણ માળી અને અમરત દવે તેમને મનાવવા પહોંચ્યા હતા. બે દિવસથી માવજી પટેલને મનાવવા માટે ભાજપના નેતાઓ દોડધામ કરી રહ્યા છે. માવજી પટેલે ભાજપ અને અપક્ષમાં બંને જગ્યાએ ફોર્મ ભર્યા છે, ત્યારે જો ભાજપ માવજી પટેલને મનાવવામાં નિષ્ફળ જશે તો ભાજપને મોટું નુકસાન થઈ શકે છે.

Next Video