Ahmedabad : વરુણ ધવન શહેરની યુવતીના વહારે, રિટ્વિટ બાદ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી

|

Jun 11, 2022 | 11:50 PM

બોલિવૂડ અભિનેતા વરુણ ધવને (Varun Dhavan) યુવતીની ટ્વીટને રિટ્વીટ કરી ગુજરાત પોલીસ પાસે મદદ માંગી હતી. તેમજ ગુજરાત પોલીસ દ્વારા ટ્વિટર માધ્યમથી વરુણ ધવનને કાર્યવાહીની જાણ કરાઈ હતી. જ્યારે વરુણ ધવને ગુજરાત પોલીસનો આભાર માન્યો હતો.

અમદાવાદના (Ahmedabad) હાથીજણમાં રહેતી બોલિવૂડ અભિનેતા વરુણ ધવનની(Varun Dhavan)મહિલા પ્રશંસકે તેના પિતાના અત્યાચારથી તેને અને તેની માતાને મુક્ત કરવા માટે ટ્વિટર(Twitter)  પર અપીલ કરી હતી. જેમાં યુવતીના પિતા તેની અને તેની માતા સાથે ખરાબ વર્તન કરે છે. તેમની સાથે ઘરેલું હિંસા કરવામાં આવી રહી છે. મહિલા અને તેની માતાને ખાવાની પણ મંજૂરી નથી. મહિલા પ્રશંસક નું એમ પણ કહેવું છે કે તેને હેરાન કરનાર તેના પિતાએ તેની માતા સાથે દગો કર્યો છે અને  ગેરકાયદે પ્રવૃત્તિઓમાં પણ તેમાં  સામેલ છે. તે જ સમયે, વરુણે તરત જ જવાબ આપ્યો અને કહ્યું, ‘આ ગંભીર મામલો છે અને જો તે સાચું હશે તો હું ચોક્કસ તમારી મદદ કરીશ.’

વરુણ ધવને ગુજરાત પોલીસનો આભાર માન્યો

જયારે આ મુદ્દે વરુણ ધવને યુવતીની ટ્વીટને રિટ્વીટ કરી ગુજરાત પોલીસ પાસે મદદ માંગી હતી. તેમજ ગુજરાત પોલીસ દ્વારા ટ્વિટર માધ્યમથી વરુણ ધવનને કાર્યવાહીની જાણ કરાઈ હતી. જ્યારે વરુણ ધવને ગુજરાત પોલીસનો આભાર માન્યો હતો.  ઉલ્લેખનીય છે  કે, વરુણ ધવનની એક મહિલા ફેન જે અમદાવાદની છે. તેણે ટ્વીટ કરીને લખ્યું હતું કે ‘મારા પિતા દ્વારા ઘણી વખત મારપીટ અને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. તે દરરોજ મારી અને મારી માતા સાથે દુર્વ્યવહાર કરે છે. તે મને ઘણા દિવસો સુધી ખાવા દેતા નથી, મારપીટ કરે છે અને ધમકીઓ પણ આપે છે.

Published On - 11:49 pm, Sat, 11 June 22

Next Video