સુરતમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. દિવ્ય દરબારની વ્યવસ્થા માટે 12 જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે. જેમાં ફાયર, પાણી, પાર્કિંગ સમિતિઓ બનાવવામાં આવી છે. આ સમિતિઓ તેમને સોંપવામાં આવેલી વ્યવસ્થાઓ પર નજર રાખશે. લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે આપેલી માહિતી અનુસાર, પાર્કિંગ વ્યવસ્થા પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. કારણ કે, લાખો લોકો આ દરબારમાં આવવાના છે. તેથી કોઇને પાર્કિંગની સમસ્યા ન નડે તેના માટે પાર્કિંગ વ્યવસ્થા પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. તો સ્થળ પર પણ કોઇ અણબનાવ ન બને તે માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે.
આ પણ વાંચો : જૂનાગઢમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં હોબાળો, કરિયાવરને લઈને વર કન્યા પક્ષના લોકોએ કર્યો હોબાળો
તો સુરતમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારના આયોજક કિરણ પટેલે પણ આશા વ્યક્ત કરી છે કે, દેશમાં ક્યાંય નહીં યોજાયો હોય તેવો દરબાર સુરતમાં યોજાશે. લાખો લોકો આ દરબારમાં આવવાના છે. એટલું જ નહિં વિરોધ કરી રહેલા લોકોને પણ જવાબ આપતા કહ્યુ કે, બાબા બાગેશ્વર હિંદુ-સનાતન ધર્મનો પ્રચાર કરે છે. તે ખરેખર ગર્વની વાત છે. અને આમાં કોઇ રાજકારણ ન હોઇ શકે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો