Valsad : દારુબંધીના જાહેરમાં ધજાગરા, યુવકે કેક ઉપર બિયરના ટીન અને દારૂની બોટલ મૂકી જન્મદિવસની ઉજવણી કરી, જૂઓ Video
વલસાડમાં (Valsad) જન્મદિવસની ઉજવણીમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે. વલસાડના શહીદ ચોકમાં આવેલા બરૂડિયાવાળમાં જાહેરમાં એક યુવકે કેક ઉપર બિયરના ટીન અને દારૂની બોટલ મૂકી જન્મ દિવસની ઉજવણી કરી હોય તેવો વીડિયો વાયરલ થયો છે.
Valsad : ફરી એકવાર જાહેર માર્ગ પર કાયદાના લીરે લીરા ઉડતા હોય તેની ઘટના સામે આવી છે. ગુજરાતમાં દારુબંધી (Prohibition) હોવા છતા દારુની છોળો ઉડતી હોય તેવુ જોવા મળી રહ્યુ છે. વલસાડમાં (Valsad) જન્મદિવસની ઉજવણીમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે. વલસાડના શહીદ ચોકમાં આવેલા બરૂડિયાવાળમાં જાહેરમાં એક યુવકે કેક ઉપર બિયરના ટીન અને દારૂની બોટલ મૂકી જન્મ દિવસની ઉજવણી કરી હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જયંત બરૂડિયા નામના વ્યક્તિનો જન્મદિવસ દારુની બોટલ સાથે ઉજવ્યો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. ત્યારે જાહેરમાં કાયદાનો ભંગ કરનાર સામે પોલીસ એક્શનમાં આવી છે. વાયરલ વીડિયોને આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો-Surat : મચ્છરજન્ય રોગચાળો અટકાવવા તંત્ર એકશનમાં, મનપાની આરોગ્ય ટીમે રૂ.28 લાખનો દંડ વસૂલ્યો