AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દારુની ખેપ મારનારાઓની ખેર નથી: વલસાડ જિલ્લાના તમામ એન્ટ્રી પોઈન્ટ પર પોલીસનો બંદોબસ્ત, સઘન ચેકિંગ

દારુની ખેપ મારનારાઓની ખેર નથી: વલસાડ જિલ્લાના તમામ એન્ટ્રી પોઈન્ટ પર પોલીસનો બંદોબસ્ત, સઘન ચેકિંગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 9:19 AM
Share

થર્ટી ફર્સ્ટને લઇ ગુજરાતની બોર્ડર પર સઘન ચેકિંગ જોવા મળી રહ્યું છે. વલસાડમાં આ બાબતે પોલીસે કડક ચેકિંગ હાથ ધાર્યું છે.

Valsad: 31 ડિસેમ્બરને (31st december) નજીક છે ત્યારે પોલીસ દ્વારા સરહદી જિલ્લામાં ચેકિંગ કામગીરી તેજ કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના તમામ એન્ટ્રી પોઈન્ટ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. દમણ, મહારાષ્ટ્ર કે દાદરા નગર હવેલીથી દારુની ખેપ મારનારાઓ પર પોલીસ (Police checking) નજર રાખી રહી છે. જિલ્લાની જુદી જુદી ચેકપોસ્ટ ઉપર પોલીસ બ્રીથ એનાલાઇઝર સાથે તૈનાત છે. જે રાજ્ય બહારથી આવતા વાહનોમાં સવાર લોકોનું ચેકિંગ કરી રહી છે.

આ ચેકિંગમાં જો તેમાં કોઈ પણ નશો કરેલું જણાય તો તે વ્યક્તિની સામે કાયદેસરના પગલા લેવામાં આવી રહ્યા છે. ચેકિંગ દરમિયાન જુદા જુદા વાહનોમાં સવાર 218 જેટલા નશેડીયોને પોલીસ ઝડપી ચુકી છે.

તો આ તરફ રાજસ્થાન બોર્ડર એટલે કે અંબાજી પોલીસે બોર્ડર પર થર્ટી ફર્સ્ટને લઇ સઘન ચેકિંગ હાથ ધર્યું છે. થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે કોઈ પણ પ્રકારના માદક દ્રવ્યોની હેરાફેરી ન થાય તે માટે ગુજરાત-રાજસ્થાનની બોર્ડર છાપરી પર પોલીસે સઘન ચેકીંગ ઝુંબેશ શરૂ કરી છે. રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોની પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે.તો બીજી તરફ તપાસમાં વાહનચાલકો પણ સહકાર આપી રહ્યાં છે અને પોલીસ તપાસને યોગ્ય ગણાવી રહ્યા છે.

 

આ પણ વાંચો: વાંચે ગુજરાત, ભણે ગુજરાતનું સૂત્ર પોકળ: આ ગામમાં શાળા તોડી પાડ્યા બાદ પાંચ વર્ષથી ખુલ્લામાં ભણે છે બાળકો

આ પણ વાંચો: અમદાવાદની કોલેજમાં એડમીશનની લાલચ આપી કરી છેતરપીંડી, NSUI ના કાર્યકર્તા નારાયણ ભરવાડની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">