વાંચે ગુજરાત, ભણે ગુજરાતનું સૂત્ર પોકળ: આ ગામમાં શાળા તોડી પાડ્યા બાદ પાંચ વર્ષથી ખુલ્લામાં ભણે છે બાળકો

લખતરના ઇગરોળી ગામે પાંચ વર્ષ પહેલા જર્જરીત શાળા જમીનદોસ્ત કરાઇ હતી. જે હજી સુધી બનાવવામાં ન આવતા ધોરણ 1 થી 8 ના 110થી વધુ વિદ્યાર્થીઓ ઝાડ નીચે ખુલ્લામાં બેસી ભણવા મજબુર છે.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Dec 29, 2021 | 8:50 AM

Surendranagar: સુરેન્દ્રનગરના અંતરિયાળ વિસ્તારની અનેક શાળામાં (Schoola) ઓરડાની અછતના કારણે બાળકો ખુલ્લામાં ભણે છે. હાલમાં જ હાઈકોર્ટે (High court) પણ આવી ખુલ્લામાં ભણાવતી શાળાઓ મુદ્દે PIL દાખલ કરી છે. જો કે તેમ છતાં તમને નવાઈ લાગશે કે આવી શાળાઓ કંઈ ઓછી નથી. ડિસેમ્બર મહિનાની કડકડતી ઠંડીમાં જ્યારે લોકો ઘરમાં રહેવાનું પસંદ કરતાં હોય છે અને બહાર નીકળે તો પણ સ્વેટર, મફલર, ટોપી પહેરીને નીકળતા હોય છે, આવા સમયે સુરેન્દ્રનગરના ઇગોળી ગામના આ બાળકો પાસે શાળામાં બેસવા ઓરડા નથી.

લખતરના ઇગરોળી ગામે (Ingrodi village) પાંચ વર્ષ પહેલા જર્જરીત શાળા જમીનદોસ્ત કરાઇ હતી. પરંતુ પાંચ પાંચ વર્ષ વિતી ગયા હોવા છતાં હજી સુધી શાળા બનાવવામાં આવી નથી. જેને કારણે ઇગરોળી ગામના ધોરણ 1 થી 8 ના 110થી વધુ વિદ્યાર્થીઓ ઝાડ નીચે ખુલ્લામાં બેસી ભણવા મજબુર છે. સ્થાનિકોનો આરોપ છે આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં હજી કોઇ નિરાકરણ લવાયું નથી.

હવે જ્યારે આવી રગડધગડ રીતે જ કામ ચાલતું હોય ત્યારે વિદ્યાર્થીઓ શું ભણે અને શું આગળ વધે ? આ બાળકો કે શિક્ષકો કોઈ મહેલ નથી માગતા. સ્થાનિકો માને છે કે જ્યારે સરકારી તાયફાઓ પાછળ આટલા રૂપિયા ખર્ચાય છે ત્યારે બે ઓરડા બનાવવામાં પણ વર્ષો સુધી આટલા ઠાગા ઠૈયા કરવાના હોય તો શિક્ષણવિભાગ માટે શરમજનક કહેવાય.

 

આ પણ વાંચો: અમદાવાદની કોલેજમાં એડમીશનની લાલચ આપી કરી છેતરપીંડી, NSUI ના કાર્યકર્તા નારાયણ ભરવાડની ધરપકડ

આ પણ વાંચો: સુરતમાં વાયબ્રન્ટ પહેલાં પ્રિ વાયબ્રન્ટ સમિટ: ટેક્સટાઇલ ઉદ્યોગને ફરી ધમધમતો બનાવવા વૈશ્વિક આહ્વાન

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati