અમદાવાદની કોલેજમાં એડમીશનની લાલચ આપી કરી છેતરપીંડી, NSUI ના કાર્યકર્તા નારાયણ ભરવાડની ધરપકડ
કોલેજમાં એડમીશનના નામે છેતરપીંડીની ઘટના અમદાવાદમાં સામે આવી છે. આ સમગ્ર કૌભાંડ ચલાવનાર નારાયણ ભરવાડની પોલીસે ધરપકડ કરી છે.
Ahmedabad: અમદાવાદની કોલેજમાં એડમીશનની (Admission) લાલચ આપીને છેતરપીંડી આચરનારની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ NSUI નો કાર્યકર્તા છે. આ છેતરપીંડી આચરનાર નારાયણ ભરવાડની (Narayan Bharwad) ધરપકડ કરાઈ છે. નારાયણ ભરવાડે એક વિદ્યાર્થી પાસેથી GLS કોલેજમાં એડમીશન માટે 90 હજાર રુપિયા પડાવ્યા હતા. એડમીશન ના મળતા વિદ્યાર્થીએ રૂપિયા પરત માંગ્યા હતા.
સમગ્ર ઘટના બાદમાં આરોપીએ 20 હજાર પરત કરવાની માટે તૈયારી બતાવી હતી. પરંતુ વિદ્યાર્થીએ પુરા પૈસાની માગણી કરતા નારાયણ ભરવાડે તેને મારવાની ધમકી આપી હતી. જેની પોલીસમાં ફરિયાદ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. નારાયણ ભરવાડે NSUI ના નામે એક નહિ પરંતુ અન્ય કેટલાક વિદ્યાર્થીઓને એડમીશન માટે પૈસા પડાવ્યા છે. અગાઉ પણ આરોપી સામે પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાઈ હતી.
આ પણ વાંચો: સુરતમાં વાયબ્રન્ટ પહેલાં પ્રિ વાયબ્રન્ટ સમિટ: ટેક્સટાઇલ ઉદ્યોગને ફરી ધમધમતો બનાવવા વૈશ્વિક આહ્વાન