Valsad : ગાયિકા વૈશાલી હત્યા કેસમાં મુખ્ય આરોપીની પંજાબથી ધરપકડ

વલસાડમાં(Valsad)  વૈશાલી હત્યા(Vaisahli Murder)  કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે.પોલીસે મૃતક વૈશાલીની મહિલા મિત્રને દબોચી લીધા બાદ હવે મુખ્ય કોન્ટ્રાક્ટ કિલરની ધરપકડ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2022 | 11:16 PM

વલસાડમાં(Valsad)  વૈશાલી હત્યા(Vaisahli Murder)  કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે.પોલીસે મૃતક વૈશાલીની મહિલા મિત્રને દબોચી લીધા બાદ હવે મુખ્ય કોન્ટ્રાક્ટ કિલરની ધરપકડ કરી છે. વલસાડ LCBની ટીમે પંજાબથી(Punjab)  સુખવિંદર નામના મુખ્ય કોન્ટ્રાક્ટ કિલરની ધરપકડ કરી છે.LCBની ટીમ પંજાબથી આરોપીને વલસાડ લાવવા રવાના થઈ છે. જેમાં 3 પૈકીના 2 કોન્ટ્રાકટ કિલરો પોલીસ સકંજામાં આવી ગયા છે. જ્યારે અન્ય એક આરોપીને પકડવા વલસાડ પોલીસના પ્રયાસ ચાલુ છે.

આ પૂર્વે  વલસાડના  ચકચારી વૈશાલી હત્યા કેસમા  પોલીસને વધુ એક સફળતા મળી છે. જેમાં ગાયિકા વૈશાલીની હત્યા કરનાર એક કોન્ટ્રાક્ટ કિલરની (ધરપકડ કરવામાં આવી  હતી. આ હત્યામાં કુલ 3 કોન્ટ્રાક્ટ કિલર હતા. જેમાંથી એક પંજાબથી ઝડપાયો છે.જેનું નામ ત્રિલોક સિંઘ છે. વૈશાલીનું ગળું દબાવીને તેની હત્યાકરી હોવાનું પી.એમ. રિપોર્ટમાં સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં મોટો ઘટસ્ફોટ એ થયો છે કે વૈશાલીની હત્યા બીજા કોઈ નહીં પણ તેની જ મહિલા મિત્રનું માસ્ટર માઈન્ડ હોવાનું સામે આવ્યું છે. વલસાડ માં થયેલ ગાયિકા વૈશાલી મર્ડર કેસ ડિટેકટ થયો છે. જેમાં વલસાડ જિલ્લા પોલીસ એ 6 ટીમ બનાવી તમામ પ્રકાર ના સર્વેલન્સ ની મદદ થી ગુનો ડિટેકટ કરી લીધો છે.

નવાઈની વાત એ છે કે  વૈશાલી બલસારા ની મહિલા મિત્ર જ નીકળી આ મર્ડર ની માસ્ટર માઈન્ડ નીકળી છે. પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે તે પ્રમાણે પૈસા ની લેતી દેતી ને લઇને આ હત્યા કરવામાં આવી હતો. જોકે આ મામલે આગામી સમયમાં વલસાડ પોલીસ ટૂંક સમયમાં ખુલાસો કરશે.

શું હતી ઘટના ?

તારીખ 27 ની રાત્રે વૈશાલી ઘરેથી નીકળ્યા બાદ ગાયબ થઈ ગઈ હતી અને તેનો પારડી પોલીસ સ્ટેશનની હદમાં તેની જ કારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. તારીખ 28 ની બપોરે પારડી પોલીસને એક ફોન આવ્યો હતો અને પોલીસ દોડતી થઇ ગઇ હતી. કેમકે પારડીની પાર નદી કિનારા પાસે એક બંધ કારમાં એક મહિલાની લાશ હોવાની પોલીસને માહિતી મળી હતી.આથી પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.એફ.એસ.એલ સહીત નિષ્ણાંતો ની મદદ થી પોલીસે તપાસ આગળ વધાવી હતી.

દરમિયાન વૈશાલીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.જેમાં તેની હત્યા થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.આથી મામલો આપઘાત નહિ પણ હત્યાનો હોવાનું સ્પષ્ટ થઇ ગયું છે.બીજી બાજુ વૈશાલીના પતિ હિતેશ બલસારા એ વલસાડ પોલીસ સ્ટેશનમાં વૈશાલી ગુમ થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી.તો આ મૃતદેહ મળ્યા બાદ મામલો સ્પષ્ટ થયો હતો અને વૈશાલી નું ખૂન કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું.

Follow Us:
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી
2024ના ચોમાસાની શરુઆત ક્યારે? અંબાલાલે કરી આગાહી, જુઓ
2024ના ચોમાસાની શરુઆત ક્યારે? અંબાલાલે કરી આગાહી, જુઓ
g clip-path="url(#clip0_868_265)">