Valsad News : મોતનો વધુ એક બ્રિજ તૈયાર ! જોરાવાસણના બ્રિજની ખસ્તા હાલત, જુઓ Video

|

Oct 07, 2023 | 5:23 PM

વલસાડના જોરાવાસણ ગામે બ્રિજમાં મોટા ગાબડાં પડ્યા છે. ગત વર્ષે જૂનમાં વરસાદ પડતા બ્રિજ બેસી ગયો હતો. ત્યારે હવે તો મસમોટા ખાડા પણ પડવા લાગ્યા છે. દ્રશ્યોમાં જોઇ શકાય છે, કે બ્રિજ બન્યાના બે વર્ષમાં શું હાલત છે. ત્યારે સ્થાનિકોની માગ છે, બ્રિજને રિપેર કરવામાં આવે.

મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, સુરેન્દ્રનગરનો વસ્તડી બ્રિજ તૂટ્યો, ખેડાના માતરમાં આવેલો બ્રિજ ધરાશાયી થયો. ત્યારે ફરી એક મોતનો બ્રિજ વલસાડના જોરાવાસણ ગામથી સામે આવ્યો છે. આ રેલવે ઓવરબ્રિજ વચ્ચેથી બેસી ગયો છે. જેના કારણે રસ્તા પર મસમોટો ભૂવો પડી ગયો. આ ભૂવાના કારણે અનેક વખત અકસ્માત સર્જાયા.

જે બાદ સ્થાનિકોએ સાવચેતીના ભાગરૂપે એક લાકડામાં કપડું વીંટોળીને મૂકી દીધું. જો કે બ્રિજની સાઇડની દીવાલોમાં પણ તિરાડો પડી છે. ઉલ્લેખનીય છે, માત્ર બે વર્ષ પહેલા DFCCએ રૂપિયા 30 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવ્યો છે. છતાં હાલત જર્જરિત થઇ ગઇ છે. બે વર્ષમાં બે વખત બ્રિજ બેસી ગયો છે.

ગત વર્ષે જૂનમાં વરસાદ પડતા બ્રિજ બેસી ગયો હતો. ત્યારે હવે તો મસમોટા ખાડા પણ પડવા લાગ્યા છે. દૃશ્યોમાં જ જોઇ શકાય છે, કે બ્રિજ બન્યાના બે વર્ષમાં શું હાલત છે. ત્યારે સ્થાનિકોની માગ છે, બ્રિજને રિપેર કરવામાં આવે.

આ પણ વાંચો : Valsad : કોલેજમાં પેપર લીકનો મુદ્દો, ખોટા આક્ષેપ અને ગેરવર્તન મુદ્દે પ્રોફેસરે આચાર્યને કરી અરજી, જુઓ Video

ત્યારે બીજી તરફ સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ લાગી રહ્યા છે. સ્થાનિકોએ રેલવે અધિકારીઓ અને તંત્રને વારંવાર રજૂઆત કરી છે. છતાં કોઇ ઉકેલ આવતો નથી. આ રેલવે ઓવરબ્રિજ પરથી દરરોજ અનેક નાના-મોટા વાહનો પસાર થાય છે. દૃશ્યોમાં સાફ દેખાય છે કે બ્રિજની કામગીરી નબળી છે. તો, સવાલ થાય છે, કે શું ફરી કોઇ મોટી દુર્ઘટનાની રાહ જોવાઇ રહી છે? અવારનવાર બ્રિજ તૂટવાની ઘટના બને છે તેનાથી પણ કોઇ શીખ નથી લેવાઇ રહી? શું તંત્ર ભ્રષ્ટાચાર કરવામાં જ મસ્ત છે? શું ફરી કોઇ મોટા અકસ્માત બાદ જ બ્રિજ રિપેર થશે ? ઉલ્લેખનીય છે, બ્રિજના નીચે સર્વિસ રોડ પણ નથી બનાવાયો. જેથી લોકોને હાલાકી પડી રહી છે.

વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:57 pm, Fri, 6 October 23

Next Video