Valsad : વાપીમાં બે કંપનીઓને પ્રદૂષણ ફેલાવવા બદલ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે નોટિસ ફટકારી

| Edited By: | Updated on: Apr 27, 2022 | 11:43 PM

વાપીમાં(Vapi) GPCB એ સુપર ડિલક્સ પેપર મિલને ક્લોઝર નોટિસ સાથે રૂ.10 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આમ પ્રદૂષણ ફેલાવતા એકમો સામે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરતાં ઉદ્યોગ આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ઔદ્યોગિક નગરી વાપીમાં(Vapi) આવેલી બે કંપનીઓને પ્રદૂષણ(Pollution)ફેલાવવા બદલ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે (GPCB) નોટિસ ફટકારી છે. સુપર ડયૂલક્સ પેપરમીલ અને અભય ગારમેન્ટ પ્રોસેસને ક્લોઝર નોટિસ ફટકારાઈ છે. અભય ગારમેન્ટ પ્રોસેસ દ્વારા પ્રદૂષિત પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો ના હતો. જેને લઇને અભય પ્રોસેસિંગ યુનિટને 15 દિવસની ક્લોઝર નોટિસ અપાઈ છે. તો બીજી તરફ થર્ડ ફેઝમાં આવેલી સુપર ડયૂલક્સ પેપર મિલમાં આગની ઘટના બની હતી અને આ ઘટનામાં મોટા પ્રમાણમાં હવામાં પ્રદૂષણ ફેલાયું હતું.

જેના પગલે GPCB એ સુપર ડિલક્સ પેપર મિલને ક્લોઝર નોટિસ સાથે રૂ.10 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આમ પ્રદૂષણ ફેલાવતા એકમો સામે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરતાં ઉદ્યોગ આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં  હાઇકોર્ટના પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કડક કાર્યવાહીના આદેશો બાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ જેના પગલે જીપીસીબી દ્વારા નદીમાં નિકાલમાં કરવામાં પ્રદૂષિત પાણીના એકમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ  પ્રદૂષિત પાણીનો યોગ્ય નિકાલ નહિ કરતાં ઔધોગિક એકમોને નોટિસ ફટકારીને પ્રદૂષિત પાણીનો નિકાલ કરવા જણાવવામાં આવે છે, તેમજ જો નિયત સમય મર્યાદા તેનો યોગ્ય નિકાલ કરવામાં ન આવતા એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે.

આ પણ વાંચો : ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ડુંગળીની ખરીદી પેટે કિલોએ બે રૂપિયા સરકાર ચૂકવશે

આ પણ વાંચો : Surat: નીમકોટેડ યુરિયા ખાતરની કાળા બજારથી ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગમાં વેચતા 6 આરોપીઓની ઇકોસેલ દ્વારા ધરપકડ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 27, 2022 11:42 PM