વલસાડમાં માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા, વિવિધ શાકભાજીમાં જીવાત પડવાની ભીતિ

વલસાડમાં માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા, વિવિધ શાકભાજીમાં જીવાત પડવાની ભીતિ

| Edited By: | Updated on: Nov 26, 2023 | 4:15 PM

વલસાડમાં વહેલી સવારથી કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું છે. માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. તાડપત્રી ઢાંકી ડાંગરના પાકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. મહત્વનુ છે કે વિવિધ શાકભાજીમાં જીવાત પડવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વલસાડ શહેર અને આજુબાજુના તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો. માવઠાના કારણે ખેડૂતોના તૈયાર ડાંગરના પાકમાં નુકસાન જવાની ભીતિ છે.

ખેડૂતો દ્વારા તાડપત્રી ઢાંકી પાકને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. માવઠાથી વિવિધ શાકભાજીમાં જીવાત પડવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. આગાહી વચ્ચે વહેલી સવારથી વલસાડ, પારડી, ધરમપુર, કપરાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો : ACBનો સપાટો, ત્રણ અધિકારીઓ સામે અપ્રમાણસર મિલકતનો નોંધ્યો ગુનો, અડધી રાતે મામલતદારની ધરપકડ

બીજી તરફ કચ્છથી લઈ સૌરાષ્ટ્ર સુધી ઉત્તરથી મધ્ય અને મધ્યથી દક્ષિણ ગુજરાત સુધી માવઠાંનો માર છે. રાજ્યના 150થી વધુ તાલુકામાં કમોસમી વરસાદનો કેર વરસ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સર્ક્યુલેશનની મજબૂત સિસ્ટમને કારણે માવઠું થઈ રહ્યું છે. આજે તેમજ કાલે એમ બે દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 26, 2023 04:15 PM