વલસાડઃ સરપંચ સન્માન સમારોહમાં કેબિનેટ પ્રધાન નરેશ પટેલનો બફાટ, જાણો શું બોલ્યા નેતા

|

Feb 03, 2022 | 7:07 PM

તેમણે કહ્યું, આ વખતે હવા ચાલી ગઈ એટલે આપણે તાલુકા પંચાયતની ચૂંટણી જીતી ગયા. પરંતુ આ પહેલા તાલુકા પંચાયતની ચૂંટણીમાં દાળના કારણે હાર મળી હતી.

વલસાડમાં (Valsad) યોજાયેલા એક કાર્યક્રમમાં કેબિનેટ પ્રધાન નરેશ પટેલે (Cabinet Minister Naresh Patel)બફાટ (Bafat)કર્યો છે. તેમણે કહ્યું, આ વખતે હવા ચાલી ગઈ એટલે આપણે તાલુકા પંચાયતની ચૂંટણી જીતી ગયા. પરંતુ આ પહેલા તાલુકા પંચાયતની ચૂંટણીમાં દાળના કારણે હાર મળી હતી. સરપંચ સન્માન સમારોહને સંબોધતા નરેશ પટેલે એમ પણ કહ્યું, ચૂંટણીમાં દાળ જેવા સંવેદનશીલ મુદ્દાને કોંગ્રેસે ઉઠાવતા ભાજપને હાર મળી હતી.

વાપીમાં નાણા મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ

વાપીમાં આજે રાજ્યના નાણા મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયુ હતું. આ પ્રસંગે વાપીના અગ્રણી ઉદ્યોગપતિ અને વલસાડ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે રાજ્યના નાણા મંત્રી કનુભાઇ દેસાઇ નો જન્મદિવસ પણ છે. આથી આજના કાર્યક્રમમાં તેમના સમર્થકો અને શુભેચ્છકોએ કેક કાપી અને નાણામંત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. વધુમાં કોરોના કાળમાં ઓક્સિજનની ઉણપને કારણે સર્જાયેલી પરિસ્થિતિથી પણ સૌ વાકેફ છે.એવા સમયે ઓક્સિજનની કેટલી મહત્વતા છે ? તે સૌ જાણે છે. આથી વાપીમાં આજે નાણાં મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલા ઓક્સિજન પાર્કમાં ઓક્સિજન ઉત્સર્જન કરતાં છોડ અને ઝાડ વાવવામાં આવ્યા છે. સાથે જ ઔષધીય અને આયુર્વેદિક પ્લાન્ટ પણ આ ઓક્સિજન પાર્કમાં લગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Gujarat : ફરી ઠંડી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે બે દિવસ ઠંડી વધવાની આગાહી કરી

આ પણ વાંચો : Ahmedabad: વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે 100 મહિલાઓના વિનામૂલ્યે ચેકઅપ કરાશે, દેશમાં કેન્સરના 20 મહિલા દર્દીમાંથી 1ને સ્તન કેન્સર

Next Video