Valsad: પોલીસ હેડક્વાર્ટર રોડ પર ટેમ્પો ચાલકની અડફેટે આવતા 5 વર્ષની બાળકીનું મોત, અકસ્માત સર્જી વાહનચાલક ફરાર

Valsad: પોલીસ હેડક્વાર્ટર રોડ પર ટેમ્પો ચાલકની અડફેટે આવતા 5 વર્ષની બાળકીનું મોત, અકસ્માત સર્જી વાહનચાલક ફરાર

| Edited By: | Updated on: Sep 03, 2022 | 9:09 PM

Valsad: શહેરમાં પોલીસ હેડક્વાર્ટર રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી. જ્યાં એક ટેમ્પો ચાલકની અડફેટે 5 વર્ષની બાળકી આવી જતા તેનુ સારવાર દરમિયાન મોત થયુ છે. બાળકીની છાતી પર ટેમ્પોનું ટાયર ફરી વળ્યુ હતુ.

રાજ્યમાં અકસ્માતોની ઘટના વધી રહી છે. જેમાં વલસાડ (Valsad)માં હિડ એન્ડ રન (Hit and Run)ની ઘટના સામે આવી છે. પોલીસ હેડક્વાર્ટર રોડ પર જ આ અકસ્માત (Accident) સર્જાયો હતો. જ્યાં એક ટેમ્પો ચાલક 5 વર્ષની બાળકીને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. હિટ એન્ડ રનમાં પાંચ વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલી બાળકીને સારવાર માટે હોસ્પિલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બાળકીના પિતાએ ટેમ્પો ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે તો પોલીસે પણ સ્થાનિક લોકો અને સ્થાનિક વેપારીઓના નિવેદન નોંધીને ટેમ્પો ચાલકને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

બાળકીની છાતી પર ફરી વળ્યુ ટેમ્પાનું પૈડુ

અકસ્માતની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ. ટેમ્પાનું પૈડુ બાળકીની છાતી પરથી ફરી વળતા બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે ફરજ પરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. વલસાડના અબ્રામા પોલીસ હેડ ક્વાર્ટર રોડ ઉપર આવેલા સુધા નગર રજવાડી કોમ્પલેક્સ પાસે માસુમ બાળકીને ટ્રક અડફેટે લીધી હતી. ટ્રક ઓવરલોડ હોવાનું પણ પણ સામે આવ્યુ છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળની આસપાસમાં રહેતા વેપારીઓ અને સ્થાનિકો લોકોના નિવેદન નોંધી ઘટના સ્થળની આજુબાજુના CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

Published on: Sep 02, 2022 11:16 PM