Breaking News : વાપીમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર નરાધમને કોર્ટે ફટકારી ફાંસીની સજા, જુઓ Video

Breaking News : વાપીમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર નરાધમને કોર્ટે ફટકારી ફાંસીની સજા, જુઓ Video

| Edited By: | Updated on: Dec 05, 2025 | 2:28 PM

વલસાડના વાપીમાં દુષ્કર્મ અને હત્યાના કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. વાપીની વિશેષ પોક્સો કોર્ટે 6 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના ઘૃણાસ્પદ કૃત્યમાં કડક સજા ફટકારી છે. વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટે દોષિતને ફાંસીની સજા ફટકારી છે.

વલસાડના વાપીમાં દુષ્કર્મ અને હત્યાના કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. વાપીની વિશેષ પોક્સો કોર્ટે 6 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના ઘૃણાસ્પદ કૃત્યમાં કડક સજા ફટકારી છે. વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટે દોષિતને ફાંસીની સજા ફટકારી છે. આ કૃત્યને અંજામ આપનાર 42 વર્ષીય આરોપી રઝાક સુભાન ખાનને ફાંસીની સજા ફટકારી છે.

આ સજાથી કોર્ટરૂમમાં હાજર લોકોમાં સંતોષ અને ન્યાય મળ્યાની લાગણી વ્યાપી ગઈ હતી. નરાધમે 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરી હતી. આ ઘટનામાં ડુંગરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે 19 દિવસમાં ચાર્જસીટ ફાઈલ કરી હતી.

23 ઓક્ટોબર 2023માં આરોપીએ બાળકીને ચોકલેટની લાલચ આપી ઝાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરી બાળકીની હત્યા કરી હતી. જે બાદ પોલીસે માત્ર 19 દિવસમાં આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી હતી. સ્પેશિયલ પોક્સો કોર્ટે આજે ચુકાદો આપતા દોષિતને ફાંસીની સજા ફટકારી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો