Vadodara: ભાજપ મધ્ય ઝોનની મળી બેઠક, PM મોદીના શાસનને 9 વર્ષ પૂર્ણ થતા આગામી કાર્યક્રમને લઈને ઘડાઈ રણનીતિ

| Edited By: | Updated on: May 27, 2023 | 6:40 PM

મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાને લઈ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ ભાજપની મધ્ય ઝોનની બેઠક વડોદરા ખાતે યોજાઇ હતી, જેમાં આગામી સમયમાં યોજાનાર કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરાઇ. ખાસ કરીને સાંસદોએ કરેલા કામ લોકો સુધી પહોંચાડાશે જે અંગે રણનીતિ ઘડવામાં આવી હતી.

VadodaraPM મોદીના શાસનને 9 વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકારની સિદ્ધિ અને વિકાસના કાર્યોને ભાજપ લોકો સુધી પહોંચાડશે. મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થયા હોવાને લઈ આજે વડોદરામાં ભાજપની મધ્ય ઝોનની બેઠક મળી હતી, આ બેઠકમાં આગામી એક મહિના સુધી યોજાનારા કાર્યક્રમોને લઈને રણનીતિ ઘડાઈ છે. સાંસદો પોતે કરેલા કામ એક મહિના સુધી લોકો સુધી પહોંચાડશે.

મહત્વનું છે કે ગત સમયમાં પ્રદેશ ભાજપની બેઠક મળી હતી. જે બાદ આજે વડોદરા ખાતે યોજાયેલી બેઠકમાં વિવિધ મહત્વના મુદાઓ પર ચર્ચા કરાઈ હતી. આ સાથે દરેક લોકસભામાં એક અને રાજ્યભરમાં 100 મોટી જનસભાઓનું પણ આયોજન કરવામાં આવશે, જે અંગે પણ ચર્ચા કરાઇ છે. જેમાં કેન્દ્રના અને રાજ્યના મોટા નેતાઓ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો : દિવ્ય દરબારને લઈ આયોજકો હવે ડીઝીટલ ટેકનોલોજી તરફ વળ્યા, કાર્યક્રમમાં જોડાવવા મિસ કોલ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકાશે, જુઓ Video

આ બેઠક બાદ ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ નિવેદન આપ્યું હતુ અને કહ્યું, ભાજપ દ્વારા રાજ્યની તમામ લોકસભા બેઠકો પર જનસંપર્ક મહા અભિયાન યોજાશે. એક લોકસભા દીઠ કઈ રીતે કામગીરી થશે તેને લઈને વાત કરી હતી. ગુજરાતની 26 લોકસભા બેઠકમાં સભાઓ યોજવા અંગે પણ વાત કરી હતી. વિશાળ જનસભાને પ્રદેશ અને કેન્દ્રનું નેતૃત્વ પણ મળશે. PM મોદીના શાસનને 9 વર્ષ પૂર્ણ થતા લોકો વચ્ચે જઈ ભાજપ પોતે કરેલા કામોનો પ્રચાર કરી 9 વર્ષની ઉજવણી કરશે. અગાઉ પ્રદેશ બેઠકમાં તમામ બૂથને સશક્ત કરવા માટે પણ સૂચનાઓ અપાઈ હતી. તમામ સાંસદોને આ અંગે મહત્વની જ્વાબદારીઓ સોપાઈ છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો