Vadodara: કરજણમાં ધોધમાર વરસાદ પડયો, પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન

|

Jul 13, 2023 | 9:15 PM

કરજણમાં ધોધમાર વરસાદ પડયો હતો. જ્યારે વરસાદે વિરામ લીધા બાદ પણ હાલાકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેમજ ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન જોવા મળ્યા હતા.

Vadodara : ગુજરાતના(Gujarat)  અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ પણ મેઘમહેર(Rain)  યથાવત રહેવાની છે. જેમાં વડોદરા જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. જેમાં કરજણમાં ધોધમાર વરસાદ પડયો હતો. જ્યારે વરસાદે વિરામ લીધા બાદ પણ હાલાકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેમજ ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન જોવા મળ્યા હતા.

આ ઉપરાંત વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં એક ઈંચ વરસાદમાં જ પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. જેમાં ડભોઈના સેવા સદનના ગેટ પર પાણી ઘૂસ્યાં છે. જ્યારે શાળાના કમ્પાઉન્ડમાં અને સોસાયટી વિસ્તારમાં પાણી ભરાયા છે. તેમજ રસ્તા પર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video