Vadodara : ખુલ્લી ડ્રેનેજમાં પડ્યો યુવક, રાહદારીઓએ જહેમત ઉઠાવી યુવકને બહાર કાઢ્યો, જુઓ Video

| Edited By: | Updated on: Jul 30, 2023 | 5:40 PM

વડોદરામાં વૃંદાવન ચાર રસ્તા નજીક ડ્રેનેજ લાઇનમાં યુવક પડ્યો હોવાની ઘટના બની. ખુલ્લા ઢાંકણાને લીધે યુવક પડવાના સીસીટીવી સામે આવ્યા. વૃંદાવન ચાર રસ્તા તરફથી વાઘોડિયા ચોકડી જવાના રસ્તે ઘટના બની.

Vadodara: વૃંદાવન ચાર રસ્તા નજીક ડ્રેનેજ લાઇનમાં યુવક પડ્યો હોવાની ઘટના સામે આવી છે. ખુલ્લા ઢાંકણાને લીધે યુવક ડ્રેનેજમાં પડ્યો હતો. જે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. વૃંદાવન ચાર રસ્તા તરફથી વાઘોડિયા ચોકડી જવાના રસ્તે આ સમગ્ર ઘટના બની છે. ઘણા દિવસથી ડ્રેનેજ લાઇનનું ઢાંકણું ખુલ્લું પડ્યુ હતુ. જેને કારણે આ બનાવ બન્યો હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

આ પણ વાંચો : Vadodara: MS યુનિવર્સિટીની પર્ફોર્મિંગ આર્ટ્સની વિદ્યાર્થિની ઉર્મિ રાકેશને ભારત સરકાર દ્વારા સ્કોલરશિપ ઍવોર્ડ એનાયત

મુખી રસ્તા પર જ પાલિકાએ ઢાંકણું નહિ લગાવતા યુવક ડ્રેનેજમાં ખાબક્યો. ચાલુ રોડ પરનો આ બાનવ છે. જોકે ઘટનાને લઈ આસપાસના રાહદારીઓએ જહેમત ઉઠાવી યુવકને બહાર કાઢ્યો હતો. ત્યાના સ્થાનિકોનું કહેવું છે કે આ જ જગ્યા પર આવી 3 થી 4 ઘટનાઓ ઘટી ચૂકી છે છતા તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો