વડોદરા વીડિયો : GIDC વિસ્તારના ખુલ્લા પ્લોટમાંથી લાખો રુપિયાનો દારુનો જથ્થો ઝડપાયો, 4 લોકોની ધરપકડ

વડોદરા વીડિયો : GIDC વિસ્તારના ખુલ્લા પ્લોટમાંથી લાખો રુપિયાનો દારુનો જથ્થો ઝડપાયો, 4 લોકોની ધરપકડ

| Edited By: | Updated on: Jan 14, 2024 | 10:41 AM

વડોદરાના GIDC વિસ્તારના ખુલ્લા પ્લોટમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે બાતમીના આધારે કન્ટેનરમાંથી અંદાજે રૂપિયા 25 લાખ રૂપિયાની કિંમતની 700 પેટી દારુ કબજે કર્યો છે.

રાજ્યમાં દારુ બંધી હોવા છતા અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે વડોદરા માંથી ફરી એકવાર દારુનો જથ્થો ઝડપાયો છે. વડોદરાના GIDC વિસ્તારના ખુલ્લા પ્લોટમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે બાતમીના આધારે કન્ટેનરમાંથી અંદાજે રૂપિયા 25 લાખ રૂપિયાની કિંમતની 700 પેટી દારુ કબજે કર્યો છે. મળતી માહિતી અનુસાર બુટલેગર અમિત ભદોરીયા દ્વારા દારૂનો જથ્થો મંગાવાયો હોવાની આશંકા છે. પોલીસે દારુના જથ્થા સાથે 4 લોકોની અટકાયત કરી છે.

આ અગાઉ વડોદરાની ગોલ્ડન ચોકડી નજીકથી વિદેશી દારુ ભરેલુ કન્ટેનર ઝડપાયુ હતુ. મળતી માહિતી અનુસાર વડોદરાથી અમદાવાદ આ કન્ટેનર લવાતુ હતુ. જેને ઝડપી પાડવામાં આવ્યું હતુ. કન્ટેનરમાં આશરે 14 લાખની કિંમતનો દારુનો જથ્થો હતો. તો પોલીસે દારુ સાથે હરિયાણા અને દિલ્લીના બે લોકોની ધરપકડ કરી હતી.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો