Vadodara: રખડતા ઢોર મામલે કોર્પોરેશનની ઢોર પાર્ટીની મિલીભગતનો વિડીયો વાયરલ, તંત્ર આવ્યું હરકતમાં
Vadodara: રખડતા ઢોરને એક જગ્યાથી પકડીને છોડી મુકવાનો વિડીયો શહેરમાં વાયરલ થયો હતો. આ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. વિડીયો વાયરલ થતા સુપરવાઈઝરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Vadodara: કોર્પોરેશનની (VMC) ઢોર પાર્ટી અને ગૌપાલકોની મિલીભગતનો વિડીયો વાયરલ (Viral Video) થયો હતો. વિડીયો વાયરલ થયા બાદ સત્તાધીશો એક્શનમાં આવી ગયા છે. રસ્તે રખડતી ગાયોને પકડ્યા બાદ કાર્યવાહી વિના જ છોડી મૂકનારા સુપરવાઈઝર પ્રદીપ લોખંડેને (Pradip Lokhande) સસ્પેન્ડ કરી દેવાયા છે. તપાસ અધિકારીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે સુપરવાઈઝર પ્રદીપ લોખંડેના કહેવાથી ગાયોને મુક્ત કરવામાં આવી હતી.
મહત્વનું છે કે 3 ગાયોને નવાપુરા અને ગેંડીગેટ આગળથી પકડવામાં આવી હતી. આ ગાયોને નવાપુરામાં હજીરા પાસે ખુલ્લી જગ્યામાં છોડી દેવામાં આવી હતી. જેનો વિડીયો ઉતારીને જાગૃત નાગરિકોએ મેયરને મોકલ્યા હતા. જે બાદ મેયર કેયુર રોકડિયાએ વિડીયો ખરાઈ કરી હતી. આ બાદ કાર્યવાહી માટે ઢોર અને દબાણ શાખાના વડા ડૉ.મંગેશ જયસ્વાલને તપાસ સોંપી હતી. તેમણે રિપોર્ટ તૈયાર કરીને મેયરને મોકલ્યો હતો. જે બાદ ઢોર પાર્ટીના સુપરવાઈઝર પ્રદીપ લોખંડેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સાથે જ અન્ય કર્મચારીઓને ઢોર પકડવાની કામગીરીમાંથી દૂર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Corona Vaccine : ભારતીયો માટે ખુશીના સમાચાર, કોવેક્સિનને WHOએ મંજૂરી આપતા વિદેશ પ્રવાસ થશે સહેલો, જાણો વિગત