Vadodara : કોરોનાના કેસમાં સતત વધારો, ત્રીજી લહેરનો સામનો કરવા તંત્ર સજ્જ

|

Jan 11, 2022 | 10:18 PM

વડોદરાના વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા છે. જેમાં માંજલપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલ કોરોના સંક્રમિત થતા હોમ આઇસોલેટ થયા છે.

વડોદરા(Vadodara)શહેરમા સતત કોરોનાના(Corona)કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેમાં 11 જાન્યુઆરીના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 606 કેસ નોંધાયા છે. તેમજ આજે 179 દર્દી ડિસ્ચાર્જ થયા છે. વડોદરામાં એકટિવ દર્દીનો(Active Case)આંક 2080 પર પહોંચ્યો છે. તેમજ દાખલ દર્દીનો આંક 141 થયો છે . જ્યારે શહેરમાં 24 કલાક દરમ્યાન 10061 ટેસ્ટ થયા છે.

આ ઉપરાંત વડોદરાના વધુ એક ધારાસભ્ય(MLA) કોરોના સંક્રમિત થયા છે. જેમાં માંજલપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલ(Yogesh Patel) કોરોના સંક્રમિત થતા હોમ આઇસોલેટ થયા છે.

વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા કેસોની સંખ્યામાં વધારો થયો છે. એવા સમયે વડોદરા જિલ્લા પ્રશાસને કોરોના સંક્રમણને અટકાવવા ત્વરિત અને અસરકારક પગલાં લીધા છે. વડોદરા શહેર અને જિલ્લો કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો મક્કમતાથી સામનો કરવા માટે સજ્જ છે.. વડોદરા શહેરમાં 5420 અને જિલ્લામાં 5457 મળી કુલ 10 હજાર 877 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

આ ઉપરાંત શહેરમાં 34 અને જિલ્લામાં 16 ધન્વંતરી રથ મારફતે પણ નાગરિકોને સારવાર આપવામાં આવી રહી છે.. વડોદરા જિલ્લામાં 9 PSA પ્લાન્ટ પણ કાર્યરત છે.. કોરોનાની સારવાર માટે શહેરમાં 119 અને જિલ્લામાં 58 હેલ્થ ફેસીલીટી છે.. તો શહેરની સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા ચાલુ છે.. કોરોનાની ત્રીજી લહેરથી બચવા રસી રામબાણ ઈલાજ છે, ત્યારે તમામ પડકારને પહોંચી વળવાની તૈયારી સાથે, લોકોને રસી પણ લઈ લેવા અપીલ કરાઈ છે..

વડોદરા જિલ્લામાં કોવીડ-19 ત્રીજા વેવની તૈયારી અન્વયે જિલ્લાનાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોવીડ દર્દીઓને ઓક્સીજનની અછત ઊભી ન થાય તે માટે 9 PSA plant કાર્યરત કરવામાં આવ્યા છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કુલ 418 બેડ તૈયાર કરવામાં આવ્યા છે, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સીજન બેડ માટે 200 જંબો સીલીન્ડર અને 81 ઓક્સીજન કોન્સન્ટ્રેટર આપવામાં આવ્યા છે .

આ પણ વાંચો : Gujarat માં કોરોના વધતાં સંક્રમણ વચ્ચે નિયમોમાં કરાયા આ ફેરફાર, જાણો વિગતે

આ પણ વાંચો : ગુજરાતમાં 3300 વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે : જીતુ વાઘાણી

 

Published On - 10:12 pm, Tue, 11 January 22

Next Video