સોખડાના સંતોનું વધુ એક કારસ્તાન, અંગત ઉપયોગ માટે સંતોએ જમીન ખરીદી હોવાના આરોપ સામે પ્રતિઆરોપ, જાણો શું છે સમગ્ર મામલો, જુઓ Video

સોખડાના સંતોનું વધુ એક કારસ્તાન, અંગત ઉપયોગ માટે સંતોએ જમીન ખરીદી હોવાના આરોપ સામે પ્રતિઆરોપ, જાણો શું છે સમગ્ર મામલો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2023 | 10:14 PM

વડોદરામાં હરિધામ સોખડાના સ્વામિનારાયણ મંદિરના સંતોનું કારસ્તાન સામે આવ્યું છે. સોખડા સહિત આસપાસના ગામોમાં સંતોએ કરોડોની જમીન ખરીદી હોવાનું સામે આવ્યું છે. ત્યાગવલ્લભ, પ્રેમસ્વરૂપ સહિત અન્ય સંતોએ ખરીદેલી મિલકતના દસ્તાવેજો સામે આવતા સોખડાના સંતોનું કારસ્તાન આવતા વિવિયાદ સર્જાયો છે.

Rajkot : આત્મીય યુનિવર્સિટીના કરોડોના કૌભાંડ વચ્ચે વડોદરા સ્થિત હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંતોનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. સોખડા સહિત આસપાસના ગામોમાં પ્રેમસ્વરૂપ સ્વામી જૂથના સંતોએ કરોડોની જમીન ખરીદી છે. ત્યાગવલ્લભ, પ્રેમસ્વરૂપ સહિત સોખડાના કુલ 7 સંતોએ ખરીદેલી મિલકતના દસ્તાવેજો સામે આવ્યા છે.

જેમાં સોખડા, આસોજ, મોક્સી, દશરથ ગામમાં સંતોએ ખરીદેલી કરોડોની જમીનનો ખુલાસો થયો છે. એટલું જ નહીં ખુદ સંસ્થાના વડા પ્રેમસ્વરૂપ સ્વામી પર શિનોરમાં જમીન અને મકાન ખરીદ્યાનો પણ આરોપ લાગ્યો છે અને તેના પણ દસ્તાવેજો સામે આવ્યા છે. દાવો છે કે પ્રેમસ્વરૂપ સ્વામીએ શિનોરની એક મહિલા પાસેથી 6 લાખમાં પ્લોટની ખરીદી કરી હતી.

આ તમામ આરોપોની વણઝાર વચ્ચે પ્રબોધ સ્વામી જૂથ મેદાને પડ્યું છે. વડોદરાના પ્રબોધ સ્વામી જૂથના સેવક અશોક ચૌહાણે ત્યાગવલ્લભ સ્વામી સામે મોરચો માંડ્યો છે. અશોક ચૌહાણના આરોપો માનીએ તો, સોખડા સ્વામિનારાયણ મંદિરના પ્રેમસ્વરૂપ સ્વામી જૂથના 7 સંતોએ મંદિરની જમીનો પોતાના નામે કરી લીધી છે.

આ પણ વાંચો : ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની પનીર ઉત્પાદકો પર તવાઈ, 26 નમૂના લેબ તપાસ માટે મોકલાયા, જુઓ Video

સંસ્થાના વડા હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ પ્રેમસ્વરૂપ અને ત્યાગવલ્લભ સ્વામીએ મંદિરમાં મોટાપાયે ગેરરીતિ આચરી અને માત્ર શિક્ષાપત્રી કે સ્વામિનારાયણ ભગવાનનું જ નહીં, ખુદ પોતાના ગુરૂભાઇ એવા હરિપ્રસાદ સ્વામીનું પણ અપમાન કર્યું હોવાનું સામે આવ્યું છે.

બીજી તરફ ત્યાગવલ્લભ સ્વામીના પૂર્વાશ્રમના નામે જમીન ખરીદી હોવાના આક્ષેપના મુદા પર હરિધામ સોખડા ટ્રસ્ટ દ્રારા ખુલાસો કરવામાં આવ્યો. હરિધામ મંદિરના ટ્રસ્ટી લાલજી પટેલનો આ નાગે પત્ર સામે આવ્યો છે. જેમાં ત્યાગવલ્લભ સ્વામીને વડિલ સંત કૃષ્ણચરણદાસજીએ વસિયત નામામાં તમામ સ્થાવર અને જંગમ મિલકત આપી હોવાનું જણાવ્યુ હતું.

રેવન્યૂ રેકોર્ડ પ્રમાણે પૂર્વાશ્રમના નામે એન્ટ્રી છે. ત્યાગવલ્લભ સ્વામીએ સંસ્થાના રૂપિયાથી નવી કોઇ જમીન ખરીદી નહીં હોવાનું જણાવ્યુ હતું. આ જમીનમાં સંસ્થાની પ્રવૃતિ,સંસ્થા માટે ફળ ફૂલ ,શાકભાજી અને અનાજની ખેતી થતી હોવાનું જણાવ્યુ હતું. પ્રબોદ્ધ સ્વામી જુથ દ્રારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક 

Published on: Jun 23, 2023 06:23 PM
g clip-path="url(#clip0_868_265)">