Vadodara: નેઇલ આર્ટિસ્ટ યુવતીનો તમાશો, નશો કરી જાહેરમાં ગાળા ગાળી કરતા પોલીસે ધરપકડ કરી, જુઓ Video

| Edited By: | Updated on: Aug 27, 2023 | 3:16 PM

વડોદરાના વાસણા વિસ્તારમાં એક યુવતીએ જાહેરમાં તમાશો સર્જ્યો હતો. યુવતીએ વૈભવી કાર સાથે પોલીસની હાજરીમાં જ જાહેરમાં ગાળા ગાળી કરીને તમાશો મચાવ્યો હતો. નશામાં ધમાલ મચાવનારી યુવતી નેઇલ આર્ટિસ્ટ હોવાનુ ખુલ્યુ હતુ.

વડોદરાના વાસણા વિસ્તારમાં એક યુવતીએ જાહેરમાં તમાશો સર્જ્યો હતો. યુવતીએ વૈભવી કાર સાથે પોલીસની હાજરીમાં જ જાહેરમાં ગાળા ગાળી કરીને તમાશો મચાવ્યો હતો. યુવતીએ જાહેરમાં જ પોલીસ સાથે અભદ્ર વ્યવહાર શરુ કર્યો હતો. પોલીસે વાહન ચેકિંગ દરમિયાન તેને રોકતા પોલીસ સાથે અયોગ્ય વ્યવહાર શરુ કર્યો હતો. જાહેર માર્ગ પર જ બેફામ ગાળાગાળી કરતા વધુ મહિલા પોલીસ કાફલાને સ્થળ પર બોલાવીને યુવતી મોના હિંગુની ધરપકડ કરી હતી.

નશામાં ધમાલ મચાવનારી યુવતી નેઇલ આર્ટિસ્ટ હોવાનુ ખુલ્યુ હતુ. શરુઆતમાં સ્થળ પર એક જ મહિલા પોલીસ કર્મી હાજર હોવાને લઈ પોલીસ માટે તેને નિયંત્રિત કરવી મુશ્કેલ બની હતી. જોકે તુરત જ અન્ય મહિલા કર્મીઓ આવી પહોંચતા તેની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. પોલીસે તેના વિરુદ્ધમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત પોલીસ સાથે અવ્યવહાર અને ફરજમાં રુકાવટ સર્જવાને લઈ ગુનો નોંધવામાં આવ્યો છે. જાહેરમાં તમાશો કરવા અગાઉ તેણે એક કારને અકસ્માત પણ સર્જ્યો હોવાનુ સામે આવ્યુ હતુ.

આ પણ વાંચોઃ  Love Story એ પરિવાર ઉજાડી દીધો, પિતા-પુત્રનુ આપઘાતમાં મોત, સગીર પ્રેમિકાના 6 સગા સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો

વડોદરા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 27, 2023 03:14 PM