Vadodara : પેરેન્ટ એસોસિએશન દ્વારા ઓફલાઇન શિક્ષણનો વિરોધ કરાયો

|

Feb 19, 2022 | 8:21 PM

વડોદરા પેરેન્ટ એસોસિએશને કલેક્ટર કચેરીએ જઇ આવેદનપત્ર આપીને આ અંગે રજૂઆત કરવામાં આવી. જેમાં વાલીઓનો મત છે કે ચાલુ શૈક્ષણિક સત્ર પૂર્ણ થવાને આરે છે. તેમજ હજી નાના બાળકોને રસી પણ આપવામાં આવી નથી ત્યારે આવી સ્થિતિમાં સ્કૂલો ઓફલાઇન અને ઓનલાઇન બંને રીતે ચાલુ રહેવી જોઇએ.

વડોદરા(Vadodara)  પેરેન્ટ એસોસિએશન(Parents Association)  દ્વારા ઓફલાઇન શિક્ષણ(Offline Education)  શરૂ કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરાયો છે. તેમજ વડોદરા કલેક્ટર કચેરીએ જઇ આવેદનપત્ર આપીને આ અંગે રજૂઆત કરવામાં આવી. જેમાં વાલીઓનો મત છે કે ચાલુ શૈક્ષણિક સત્ર પૂર્ણ થવાને આરે છે. તેમજ હજી નાના બાળકોને રસી પણ આપવામાં આવી નથી ત્યારે આવી સ્થિતિમાં સ્કૂલો ઓફલાઇન અને ઓનલાઇન બંને રીતે ચાલુ રહેવી જોઇએ. જેમાં વાલીઓનો એવો પણ મત છે કે વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષા માટે જ બોલાવવામાં આવે છે. તેમજ આગામી સત્રથી કોરોનાની સ્થિતીને ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય લેવો જોઇએ.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લગભગ બે વર્ષ પછી વિદ્યાર્થીઓ માટે કપરો સમય હતો. પરંતુ હવે શાળા-કોલેજોમાં સોમવારથી ફરજિયાત થવા જઇ રહી છે. છેલ્લા બે વરસથી કોરોનાને કારણે સ્કૂલો-કોલેજો નિયમિત ખોલવામાં આવી ન હતી. અને, મોટાભાગે શાળા-કોલેજમાં ઓનલાઇન શિક્ષણ ચાલુ હતું. જેને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ઘણી માઠી અસર પડી છે. પરંતુ હવે કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. જેથી ગુરુવારે રાજ્યસરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જે મુજબ ઓનલાઇન શિક્ષણને બદલે ઓફલાઇનને મંજૂરી આપી દેવામાં આવી છે. આમ હવે આવતા સોમવાર 22-02- 2022 થી શાળા-કોલેજો ફરીથી રાબેતા મુજબ શરૂ થઇ જશે.

ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં શિક્ષણ અંગે મહત્વનો નિર્ણય લેવાયો . જેમાં આગામી 21મીને સોમવારથી શિક્ષણ વિભાગ હસ્તકની તમામ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરૂ થશે. આમ, હવે બે વર્ષ બાદ સંપૂર્ણપણે ઓફલાઈન શિક્ષણનો આરંભ થશે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંત તરફ, છેલ્લા 24 કલાકમાં 486 કેસ નોંધાયા, 13 લોકોના મૃત્યુ

આ પણ વાંચો : Surat : હવે સમિતિની શાળાઓ 4 માળની બનશે, વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને લઈને લેવાયો નિર્ણય 

Next Video