VADODARA : નવા યાર્ડ અને નિઝામપુરામાં દુષિત પાણીથી રોગચાળો ફાટી નીકળ્યો, ઘરેઘરે બિમારીના ખાટલા

|

Aug 03, 2021 | 9:13 PM

શહેરના વોર્ડ નંબર એટલે કે નવાયાર્ડ અને નિઝામપુરા વિસ્તારમાં દુષિત પાણીથી રોગચાળો ફાટી નીકળ્યો છે. અહીં ઘરેઘરે બિમારીના ખાટલા ખડકાયા છે. બિન સત્તાવાર વાડી અને નિઝામપુરા વિસ્તારમાં ઝાડા-ઉલટીથી 2 રહીશોના મોત પણ નિપજ્યાના સમાચાર છે.

VADODARA : મનપાનું તંત્ર શહેરીજનોને સ્વચ્છ પાણી પુરૂ પાડવામાં નિષ્ફળ સાબિત થયું છે. શહેરના વોર્ડ નંબર એટલે કે નવાયાર્ડ અને નિઝામપુરા વિસ્તારમાં દુષિત પાણીથી રોગચાળો ફાટી નીકળ્યો છે. અહીં ઘરેઘરે બિમારીના ખાટલા ખડકાયા છે. બિન સત્તાવાર વાડી અને નિઝામપુરા વિસ્તારમાં ઝાડા-ઉલટીથી 2 રહીશોના મોત પણ નિપજ્યાના સમાચાર છે. પરંતુ વડોદરા મનપા તંત્રના પેટનું પાણી નથી હલ્યું. સ્થાનિકોની ફરિયાદ છે કે પીવાની પાણીની લાઇનમાં દુષિત પાણી ભળી જવાથી રોગચાળો વકર્યો છે. કોલેરા, ઝાડા-ઉલટીના રોગથી નાગરિકો પરેશાન છે.સ્થાનિકોની ફરિયાદ છે કે સ્વચ્છ દેખાતું પાણીમાં દુર્ગંધ મારે છે.

એક તરફ વાડી, નિઝામપુરા, નવાયાર્ડ સહિતના વિસ્તારોમાં બિમારીએ ઘર કર્યું છે.અને ઘરેઘરે બિમારીના ખાટલા ખડકાયા છે. તો બીજી તરફ મનપાના અધિકારીઓ ઉંધી વાત કરી રહ્યા છે.પાણી પુરવઠા વિભાગના અધિકારીનું માનવું છે કે ગેરકાયદે નળ જોડાણના કારણે દુષિત પાણીની સ્થિતિ સર્જાઇ હતી. જોકે હવે પ્રશ્નનો ઉકેલ આવી ગયો છે.

ઉલ્લેખનીય છે કે પાછલા દોઢ વર્ષથી વડોદરામાં દુષિત પાણીની સમસ્યાનો શહેરીજનો સામનો કરી રહ્યા છે. ગાયકવાડી સમયની જૂની પાણીની લાઇન ખરાબ થવાની શહેરમાં છાશવારે દુષિત પાણીની સમસ્યા સર્જાય છે.ત્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે જરૂરી છે.

 

Next Video