Vadodara: દિવ્ય દરબારને લઈ આયોજકો હવે ડીઝીટલ ટેકનોલોજી તરફ વળ્યા, કાર્યક્રમમાં જોડાવવા મિસ કોલ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકાશે, જુઓ Video

| Edited By: | Updated on: May 27, 2023 | 5:28 PM

વડોદરાના નવલખી મેદાનમાં આગામી ત્રણ જૂનના દિવસે બાબાનો દિવ્ય દરબાર યોજવાનો છે. ત્યારે ભક્તો હવે દિવ્ય દરબાર કાર્યક્રમમાં જોડાવવા મિસ કોલ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકશે. દરબારને સફળ બનાવવા આયોજકો હવે ડીઝીટલ ટેકનોલોજીના ઉપયોગ તરફ વળ્યાં છે.

Vadodara: આગામી ત્રણ જૂનના દિવસે વડોદરાના નવલખી મેદાનમાં બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. બાબાના દિવ્ય દરબારને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે બાબાના દિવ્ય દરબારને સફળ બનાવવા આયોજકો હવે ડીઝીટલ ટેકનોલોજીના ઉપયોગ તરફ વળ્યાં છે. જે લોકો દિવ્ય દરબારમાં જવા માગે છે તેમના રજીસ્ટ્રેશનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો દિવ્ય દરબાર કાર્યક્રમમાં જોડાવવા મિસ કોલ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકશે.

જે લોકોને નીચે બેસવાની તકલીફ છે તેવા લોકો ખુરશીમાં બેસી શકે તેવી વ્યવસ્થા કરાશે. ઉપરાંત દિવ્યાંગ લોકોને પણ કોઈ તકલીફ ન પડે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સેલ્ફી ઈન્વીટેશન ડોટ કોમના માધ્યમથી નામ નંબર સાથે ધીરેન્દ્ર શાસ્ત્રીની તસ્વીર સાથે પોતાની તસ્વીરનું ઈમેજ કાર્ડ બનાવી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામા આવી છે.

આ પણ વાંચો : દિવ્ય દરબાર માટે કરાયું ભૂમિપૂજન, ડોમ-સ્ટેજની શરૂ થશે કામગીરી, જુઓ Video

બીજી તરફ કાર્યક્રમની તૈયારી, રજિસ્ટ્રેશન સહિતની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે બાગેશ્વર આયોજન સમિતિનું કાર્યાલય પણ બનાવવામાં આવ્યું છે. શહેરના ભીમનાથ રોડ પર સીટી સેન્ટરમાં આયોજન સમિતિનું કાર્યાલય ઉભુ કરાયું છે. વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહના હસ્તે કાર્યાલયને ખુલ્લુ મુકાયું છે. આ કાર્યાલયમાંથી લોકોને તમામ પ્રકારની માહિતી મળી રહેશે.

(with input : yunus gazi)

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 27, 2023 05:01 PM