Gujarati Video : સુરતમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યાં રોકાયા છે તે ગોપન ફાર્મની શું છે વિશેષતા ? ફાઈવસ્ટાર હોટેલને પણ ઝાંખી પાડે તેવા બાબાના ઉતારાના જુઓ એરિયલ શોટ્સ
Surat: બાબા બાગેશ્વરધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી માટે સુરતમાં ગોપન ફાર્મમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અદ્યતન સુવિધાથી સજ્જ આ ફાર્મહાઉસમાં આકર્ષક બેઠક વ્યવસ્થાથી લઈને રિસોર્ટને પણ ટક્કર મારે તે પ્રકારની સુવિધા છે. તાપી નદીના કિનારે આવેલા આ ફાર્મના ઈન્ટિરિયર પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા છે.
Surat: હાલ ગુજરાતમાં ચૌરે ને ચોકે એક જ વાતની ચર્ચાય છે અને એ છે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી. હાલ બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના પ્રવાસે છે. બે દિવસ સુરતમાં તેમનો દિવ્ય દરબાર યોજાયો છે. ત્યારે બાબાના આગમનને લઈને જેટલી ચર્ચા છે એટલી જ ચર્ચા સુરતમાં બાબા માટે રહેવાની જ્યાં વ્યવસ્થા કરાઈ છે તે ઉતારાના સ્થળની પણ છે. કોઈ રિસોર્ટ કે ફાઈવ સ્ટાર હોટેલને પણ ઝાંખી પાડે તે પ્રકારની વ્યવસ્થા અને અદ્યતન સુવિધાથી સજ્જ છે બાબાના ઉતારાનું સ્થળ ગોપન ફાર્મ.
તાપી નદીના કિનારે બનાવવામાં આવેલુ આ ગોપન ફાર્મ20 હજાર સ્કવેર મીટરમાં તૈયાર થયુ છે. આ ફાર્મ હાઉસમાં આકર્ષક બેઠક વ્યવસ્થાથી, સ્વિમિંગ પુલ, હોમ થિયેટર અને સ્પા સહિતની સહિતની તમામ સુવિધાથી સજ્જ છે. આ ફાર્મહાઉસ માટેનું રો-મટિરિયલ ખાસ ઈટાલીથી લવાયુ હતુ અને તેના ઈન્ટિરિયર પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. અહીં વિદેશથી અનેક એન્ટિક વસ્તુઓ લાવીને રાખવામાં આવી છે. એક આખુ કાર્ગો જહાજજ ભરીને આ ગોપન ફાર્મ માટે વિદેશથી મટિરિયલ મગાવવામાં આવ્યુ હતુ. ત્યારબાદ તેની ઇન્ટિરિયર ડિઝાઇન નક્કી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Surat માં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઇને ભાવિકોમાં ઉત્સાહ , કાર્યક્રમ સ્થળે પહોંચવાની શરૂઆત, જુઓ Video
ગોપન ફાર્મહાઉસ સુરતના દિગ્ગજ ઉદ્યોગપતિ લવજી બાદશાહનું છે. લવજી બાદશાહ સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગપતિ અને બિલ્ડર છે. લવજી બાદશાહ હજારો કરોડની સંપત્તિના આસામી છે. વર્ષોથી રિયલ એસ્ટેટ વ્યવસાય ક્ષેત્રે લવજી બાદશાહ ખૂબ જ જાણીતું નામ છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી શહેરમાં મોટી મોટી ટેક્સટાઇલ માર્કેટો બનાવવાના પ્રોજેક્ટ તેમણે શરૂ કર્યા છે. લવજી બાદશાહના સુરત શહેરમાં અનેક રેસિડેન્સિયલ પ્રોજેક્ટો પણ ચાલી રહ્યા છે. વરાછામાં ગોપીન ગામ સહિતના વિસ્તારોમાં તેઓએ ખૂબ મોટા મોટા લક્ઝુરીયસ ફ્લેટના પ્રોજેક્ટો પણ કર્યા છે.
ઈનપુટ ક્રેડિટ- બલદેવ સુથાર- સુરત
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો