આમ તો સત્તા પક્ષ જે કામગીરી કરે તેને પક્ષના નેતાઓ વખાણતા જ હોય છે પરંતુ વડોદરામાં(Vadodara) સ્થિતિ અલગ છે.અહીં કચરાની ડમ્પિંગ સાઈટને (Dumping Sight) લઈને સત્તા પક્ષ ભાજપના જ વરિષ્ઠ ધારાસભ્ય યોગેશે પટેલે(Yogesh Patel) સત્તા પક્ષને ઘેરામાં લીધા છે. તેમણે કચરો નાખવાનું બંધ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી પણ આપી દીધી છે. જેમાં જાંબુઆ ડમ્પિંગ સાઈટ પર નખાતા કચરા સામે ભાજપના જ ધારાસભ્યએ સત્તાધારીઓ સામે બાંયો ચઢાવી છે.એટલું જ નહીં મનપા કચરો નાખવાનું બંધ નહીં કરે તો વિરોધ કરીશું, તેવી ચીમકી પણ વડોદરાના માંજલપુર વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલે ઉચ્ચારી છે.ધારાસભ્ય યોગેશ પટેલે જાંબુઆ ડમ્પિંગ સાઈટને લઈને શનિવારે યોજાયેલી સંકલન બેઠકમાં અધિકારીઓનો ઉધડો લીધો હતો. તેમણે કહ્યું કે પોતાના મત વિસ્તારમાં આવેલી આ કચરાની સાઈટને કારણે લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે…યોગેશ પટેલે સાથે એવું પણ સૂચન કર્યું કે મનપાએ ચારેય ઝોનમાં ડમ્પિંગ સાઈટ બનાવવી જોઈએ. જેથી ટ્રાન્સપોર્ટેશનનું ભારણ પણ ઘટાડી શકાય.
પોતાના મતવિસ્તાર માંજલપુરમાં વિકાસના કાર્યો નહીં થતા હોવાનો ધારાસભ્યએ આક્ષેપ કર્યો અને સત્તાપક્ષ સામે જ સવાલો ઉઠાવ્યા.જેની સામે વડોદરાના મેયર કેયૂર રોકડીયાએ સ્પષ્ટતા કરી છે.મેયરે કહ્યું કે તેમની જવાબદારી કોઈ એક વિસ્તારના વિકાસની પરંતુ શહેરના સર્વાંગી વિકાસની હોય છે અને તેના માટે કાર્યવાહી થઈ રહી છે. ભાજપના નેતાએ જ સત્તાધારીઓ સામે નિશાન સાધતા રાજકીય માહોલમાં ગરમી આવી ગઈ હતી.જોકે મેયરે વિવાદ વધતો જોઈને હથિયાર એમ કહીને હેઠા મુકી દીધા કે યોગેશ પટેલ સિનિયર નેતા છે અને તેમની સામે કશું બોલી ન શકાય.
આ પણ વાંચો : Bharuch : કોરોના સંક્રમિતોનો સંખ્યામાં ઘટાડાઓ જોકે વૃદ્ધ દર્દીઓ માટે ત્રીજી લહેર બની રહી છે ચિંતાનો વિષય
આ પણ વાંચો : ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં ATS એ રાજકોટના આસિફ સમાની ધરપકડ કરી