વડોદરાની(Vadodara) SSG હોસ્પિટલમાં (SSG Hospital) આગ લાગવાનો કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ થઈ દોડતી હતી. જેમાં સબ ફાયર ઓફિસર અને નોડેલ ઓફિસરે પહોંચી તપાસ કરતા જયાં આગ તો હતી જ નહીં.પરંતુ હોસ્પિટલમાં આગનું એલાર્મ વાગ્યું હોવાનું જાણવા મળ્યું..જયારે એક ખામીએ ફાયર વિભાગના અધિકારીઓના શ્વાસ અધ્ધર કર્યા હતા.આ ઘટનામાં કોઈ જાનહાનિ પણ થઈ નથી કલર ઉડ્યો હોવાને કારણે સ્મોક ડિટેક્ટર એલર્ટ થઈ ગયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. અગમચેતીના ભાગરૂપે સ્મોક ડિટેક્ટર સિસ્ટમ તથા વીજ લાઈનોની ચકાસણી કરવામાં આવી હતી.ત્યારે અહીં સવાલ થાય છે કે, કોની ભૂલથી ફાયરની ટીમ હેરાન થઇ હતી. જો કે તમામ વ્યવસ્થા યોગ્ય રીતે ચાલતી હોવાને લઇને તંત્રએ સંતોષ પણ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો : Ahmedabad: કલ્યાણપુષ્ટી હવેલીમાં રંગોના પર્વની ઉજવણી કરવામાં આવી, ભક્તોની ભારે ભીડ
આ પણ વાંચો : ગુજરાતમાં ધૂળેટી પર્વમાં ડુબવાથી 11 યુવકોના મોત, ભાણવડ, મહિસાગર અને ખેડામાં બની દુર્ઘટના
Published On - 7:07 pm, Fri, 18 March 22