વડોદરામાં ખાડા અંગે મેયરે અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરુ, કહ્યુ પાણી કાઢ્યા વગર ખાડા પૂર્યા એટલે પેચવર્ક ધોવાયા- Video

વડોદરામાં રસ્તા પર ઠેર-ઠેર ખાડા પડવા અંગે મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર દોષનો ટોપલો ઢોળ્યો છે. મેયરે કહ્યુ કે અધિકારીઓેએ યોગ્ય કામગીરી ન કરતા ખાડા પડ્યા છે.

| Edited By: | Updated on: Aug 18, 2026 | 8:57 PM

વડોદરામાં વરસાદ બાદ રસ્તા પર જ્યાં જુઓ ત્યાં ખાડા દેખાઈ રહ્યા છે. શહેરના મોટાભાગના માર્ગો પર ખાડા પડતા કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. તો આ અંગે જ્યારે મેયર ગીત મકવાણાને પૂછવામાં આવ્યુ તો તેઓ જવાબદારીમાંથી છટક્તા જોવા મળ્યા અને શહેરમાં પડેલા ખાડા અંગે અધિકારીઓ પર ઠીકરુ ફોડ્યુ. મેયરે જણાવ્યુ કે અધિકારીઓએ યોગ્ય કામગીરી ન કરતા ખાડા પડ્યા, પાણી કાઢ્યા વગર ખાડા પુરી દીધા એટલા પેચવર્ક ધોવાઈ ગયા.

જોકે, આ મામલે વડોદરા મહાનગરપાલિકા (VMC)ના અધિકારીઓનો સુર અલગ છે. VMCના અધિકારીએ રોડ બનાવનારા કોન્ટ્રાક્ટરોનો બચાવ કરતા કહ્યું કે, વરસાદ પડવાને કારણે ડામર ચોંટતો નથી, જેના લીધે રોડ રીપેરિંગમાં મુશ્કેલી પડે છે. તેમણે સ્વીકાર્યું કે યોગ્ય પેચવર્ક નથી થયું કારણકે પાણી ભરાયેલું હતું. આ પ્રકારે મેયર અને અધિકારીઓ વચ્ચે જવાબદારીનું ઠીકરું એકબીજા પર ફોડવામાં આવી રહ્યું છે, જ્યારે શહેરીજનોની સમસ્યા યથાવત્ છે.

વડોદરામાં રસ્તાઓના પેચવર્ક પાછળ 4 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. આ પેચવર્ક ડિપાર્ટમેન્ટલ કામથી કરવામાં આવે છે. આ ઉપરાંત, ટેમ્પરરી ધોરણે ખાડા પૂરવા માટે રોડાચારુ (બાંધકામનો કચરો) નો ઉપયોગ કરવામાં આવે છે, જે ફ્રી ઓફ કોસ્ટ ઉપલબ્ધ હોય છે. પરંતુ ચોમાસામાં ચાલુ વરસાદ અને વાહનોની અવરજવરને કારણે આ ટેમ્પરરી ભરાયેલા ખાડા પણ ફરીથી ધોવાઈ જાય છે. પરિણામે, વારંવાર ખાડા પૂરવા પડે છે.

Input Credit- Anjali Ojha- Vadodara

CM પદ છોડવાની અટકળો વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દિલ્હી પહોંચ્યા, PM મોદી સાથે કરી મુલાકાત

Published On - 8:57 pm, Tue, 18 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.