Vadodara : બહુચર્ચિત 100 કરોડના સરકારી જમીન કૌભાંડની તપાસ તેજ, જમીનનું ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટ લાવી આપનાર વકીલને નોટિસ પાઠવાઈ

| Edited By: | Updated on: Jan 26, 2023 | 8:26 AM

તપાસના મૂળ સુધી જવામાં ક્રાઈમ બ્રાન્ચને મહદઅંશે સફળતા મળી છે. તપાસમાં સામે આવ્યું છે કે  વાઘોડિયા રોડ પર આવેલી હરિકૃષ્ણ મહારાજ કેળવણી ટ્રસ્ટ કંડારી સ્વામિનારાયણ ગુરુકુળ ઓફિસને કોર્પોરેશનમાંથી રજા ચિઠ્ઠી ઇસ્યુ કરાઈ હતી.

વડોદરાના બહુચર્ચિત 100 કરોડના સરકારી જમીન કૌભાંડની તપાસ ખૂબ ઝડપથી થઈ રહી છે. તપાસના મૂળ સુધી જવામાં ક્રાઈમ બ્રાન્ચને મહદઅંશે સફળતા મળી છે. તપાસમાં સામે આવ્યું છે કે  વાઘોડિયા રોડ પર આવેલી હરિકૃષ્ણ મહારાજ કેળવણી ટ્રસ્ટ કંડારી સ્વામિનારાયણ ગુરુકુળ ઓફિસને કોર્પોરેશનમાંથી રજા ચિઠ્ઠી ઇસ્યુ કરાઈ હતી. તે રજા ચિઠ્ઠીના નંબરનો ઉપયોગ કરીને બાંધકામ કરવામાં આવ્યું હતું. રજા ચિઠ્ઠી મેળવનારનું નામ અને જમીનનું વર્ણન બદલી બોગસ રજા ચિઠ્ઠી બનાવાઈ હતી. સંજય પરમાર કલેકટરના અસલ હુકમો લઈને નોટરી પાસે ગયા હતા.જેના પરથી નોટરીએ નકલો પર ખરાઈ કરી હતી.

પ્લોટધારકો પાસેથી મેળવેલા 80 થી 90 લાખ રૂપિયા ક્યા ગયા ?

જેથી જમીનનું ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટ લાવી આપનાર વકીલને નોટિસ પાઠવાઈ છે. જ્યારે ટાઇટલ ક્લિયર માટે અખબારોમાં જાહેર નોટિસ આપનાર વકીલનું નિવેદન નોંધવામાં આવ્યું છે. જો કે ક્રાઈમ બ્રાન્ચ હજુ એ તપાસ કરી રહી છે કે ત્રીજા આરોપી શાંતાબેનના ખાતામાંથી મુખ્ય આરોપી સંજયસિંહ પરમારે મેળવેલા દોઢ કરોડ અને પ્લોટધારકો પાસેથી મેળવેલા 80 થી 90 લાખ રૂપિયા ક્યા ગયા ?

Published on: Jan 26, 2023 08:18 AM