Vadodara: પાદરાના સાઘી ગામમાં વહેલી સવારે આવેલા વાવાઝોડાથી ભારે નુકસાન, પવનને કારણે ક્વાર્ટર્સ ધરાશાયી, જુઓ Video

| Edited By: | Updated on: Jun 04, 2023 | 11:09 PM

વડોદરાના પાદરા ખાતે હાઈસ્કુલમાં મોટું નુકસાન થયું છે. ભારે પવનને કારણે ક્વાર્ટર્સ ધરાશાયી થયા છે. પરિસરમાં આવેલા વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. કાર સહિતના વાહનોને નુકસાન પહોંચ્યું હોવાની ઘટના સામે આવી હતી.

Vadodara: પાદરાના સાઘી ગામમાં વહેલી સવારે આવેલા વાવાઝોડાથી ભારે નુકસાન થયું છે. જેથી બંધુ સમાજ હાઇસ્કુલમાં રહેતા સાત શિક્ષક પરિવારોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. વહેલી સવારે આવેલા વાવાઝોડાના કારણે સ્કૂલના સાત જેટલા ક્વોટર્સને ભારે નુકસાન પહોંચ્યું હતું. ભારે પવનને કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. જેથી વૃક્ષો નીચે પાર્ક કરેલા કાર અને વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. જો કે ઘટના બન્યા બાદ ગ્રામજનો મદદે દોડી આવ્યા હતા અને ક્વાટરમાં રહેતા શિક્ષકોને સુરક્ષિત સ્થાને ખસેડ્યા હતા.

આ પણ વાંચો : વડોદરામાં રાજ્ય સૌથી લાંબા અટલ બ્રિજની વરસાદને કારણે દીવાલ તૂટી, તંત્રની ખુલી પોલ!

બીજી તરફ વડોદરામાં ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. નાના મોટા બેનરો પણ થયા જમીન દોસ્ત થયા હતા. 60 જેટલા વૃક્ષો તેમજ 100 જેટલા નાના મોટા હોર્ડિંગ ધરાશાયી થયા હતા. જો કે મોટાભાગના સ્થળે વૃક્ષો અને બેનર હટાવવાની કામગીરી પૂર્ણતાના આરે છે. કોર્પોરેશન દ્વારા વૃક્ષો તેમજ હોર્ડિંગ હટાવવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરાઈ હતી.

 વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો