હરણી તળાવ દુર્ઘટનામાં બોટ સંચાલક જ જવાબદાર, તપાસ માટે બનાવાઈ 9 ટીમ, 10 દિવસમાં રિપોર્ટ સોંપવા આદેશ

|

Jan 18, 2024 | 11:44 PM

હરણી તળાવ દુર્ઘટના માટે બોટ સંચાલક જ જવાબદાર હોવાનુ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યુ છે.  ક્ષમતા કરતા વધુને બોટમાં બેસાડ્યા હતા. દુર્ઘટનાની તપાસ માટે 9 ટીમો બનાવાઇ, 10 દિવસમાં રિપોર્ટ આપવા સરકારને આદેશ આપવામાં આવ્યો છે. 

વડોદરામાં હરણી તળાવ દુર્ઘટના મુદ્દે ગૃહરાજ્યમંત્રીએ નિવેદન આપ્યુ છે કે દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાના મોત થયા છે. જ્યારે 18 બાળકો અને 2 શિક્ષકોનો બચાવ થયો છે લાઈફ ગાર્ડ માત્ર 10 લોકોને પહેરાવ્યા હતા. પ્રાથમિક રીતે બોટ ચલાવનાર એજન્સીની ક્ષતિ દેખાય છે. ઘટનાની તપાસ માટે 9 ટીમ બનાવાઈ છે.  જિલ્લા કલેક્ટરને 10 દિવસમાં તપાસ રિપોર્ટ સોંપવા સીએમએ આદેશ કર્યો છે. બોટચાલક અને મેનેજરને પકડી પૂછપરછ કરાઈ છે.
હર્ષ સંઘવીએ જણાવ્યુ કે બોટમાં 14ની ક્ષમતાને બદલે વધુ લોકોને બેસાડ્યા હતા. NDRFની 2 ટીમોના 60 જવાનોને તાત્કાલિક કામે લગાવાયા હતા. IPC 304, 308 અને 114 મુજબ FIR દાખલ કરાઈ છે. કોન્ટ્રાક્ટરને લાગતા વળગતા લોકો સામે કાર્યવાહી કરીશુ. એકપણ જવાબદારોને છોડવામાં નહી આવે.
જો કે દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી કહો કે પછી શાળા સંચાલકની પણ એક બેદરકારીએ શિક્ષકો સહિત 14 બાળકોનો જીવ લઈ લીધો છે. હાલ  શાળા સંચાલક અને બોટના કોન્ટ્રાક્ટર બંને ફરાર થઈ ગયા છે. સનરાઈઝ સ્કૂલનું સંચાલન વાડિયા પરિવાર કરે છે. રૂસી વાડિયા અને તેમના માતા શાળાના માલિક છે. જે હાલ ફરાર છે. બોટનો કોન્ટ્રાક્ટર પણ ફરાર છે. ત્યારે સવાલ એ છે કે, આ માસૂમો મોતના જવાબદાર કોણ ? બોટિંગ પહેલા વિદ્યાર્થીઓને કેમ ન પહેરાવાયા લાઈફ જેકેટ ? આ વ્હાલસોયા બાળકોના હત્યારાઓ ક્યાં છે ? ત્યારે હવે આ જવાબદારો સામે કડક પગલા લઈ દાખલો બેસાડાય તે જરૂરી છે.
Next Video