યુવતીને બાઈકની ટાંકી પર બેસાડી રોમિયોગીરી કરનારા આરોપીની પોલીસે કરી ધરપકડ, જુઓ વીડિયો

યુવતીને બાઈકની ટાંકી પર બેસાડી રોમિયોગીરી કરનારા આરોપીની પોલીસે કરી ધરપકડ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 22, 2023 | 8:45 PM

વડોદરામાં ન્યુ VIP રોડ પર યુવતી સાથે બાઈક પર સ્ટંટ કરનારની ધરપકડ કરવામાં આવી છે. હરણી પોલીસે કલ્પેશ નટવરસિંહ દરબારની ધરપકડ કરી છે. પોલીસે સ્ટંટમાં વપરાયેલી બાઈક જપ્ત કર્યું છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. મંગેતરને બાઈકની ટાંકી પર બેસાડીને બાઈક ચલાવનાર કલ્પેશનો ગુનાહિત ઈતિહાસ પણ છે. અગાઉ હત્યાના ગુનામાં કલ્પેશની સંડોવણી સામે આવી હતી.

વડોદરામાં બાઈક પર સ્ટંટ સાથે રોમાંસ કરવો એક યુવકને ભારે પડ્યો છે. યુવતીને બાઈકની ટાંકી પર બેસાડીને બાઈક ચલાવવાનો વીડિયો વાયરલ થયા બાદ, એક્શનમાં આવેલી હરણી પોલીસે બાઈકચાલક કલ્પેશ દરબારની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે કલ્પેશ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેની પાસે લાયસન્સ પણ નથી.

કલ્પેશ અગાઉ હત્યાના ગુનામાં કલ્પેશની સંડોવણી સામે આવી હતી. તે સસ્તી પ્રસિદ્ધિ માટે આવા સ્ટંટ કરતો હતો અને બાઈક પર નિયમો વિરૂદ્ધના લખાણો લખાવ્યા હતા. આ બાબતે ગુનો નોંધી એચ ડિવિઝન પોલીસ સ્ટેશનના ACPએ સ્ટંટબાજોને ચેતવણી આપી છે કે શહેરના રસ્તા પર આવા સ્ટંટ કર્યા તો ખેર નથી.

આ પણ વાંચો : વડોદરા : MS યુનિવર્સિટીમાં 15 વર્ષથી ઓપન એર થિયેટર શોભાના ગાંઠિયા સમાન, જુઓ વીડિયો

કોઈપણ માધ્યમથી સ્ટંટ કર્યાની જાણ થશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે અને જો કોઈ ફરિયાદી નહીં મળે તો પોલીસ ખુદ ફરિયાદી બનીને કાર્યવાહી કરશે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 22, 2023 08:45 PM